Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

રાજપીપળા ક્રિસ્ટલ સ્કૂલનાં નાના વિદ્યાર્થીઓએ દેશ ભાવના સાથે તિરંગા રેલી કાઢી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ નર્મદા જિલ્લામાં વિવિધ શાળાઓના બાળકોમાં દેશપ્રેમ અને એકતાની ભાવના જગાડવાના ઉમદા આશયથી નર્મદા જિલ્લામાં અનેક સ્થળો પર તિરંગા યાત્રા નિકળી રહી છે જેમાં દરેક લોકો જોડાઇ રહ્યા છે પરંતુ રાજપીપળાની ક્રિસ્ટલ સ્કૂલના નાના ભૂલકાઓએ પણ દેશભક્તિની ભાવના સાથે આજે તિરંગા યાત્રા કાઢી હતી અને વરસતા વરસાદમાં પણ નાના ભૂલકાં વિદ્યાર્થીઓમાં આ રાષ્ટ્રીય પર્વને વધાવવા અનેરો  ઉત્સાહ અને જુસ્સો જોવા મળ્યો જેમાં વંદે માતરમ્ નાં નાદ સાથે બાળકો હાથમાં તિરંગો લઇ માર્ગો પર ફર્યા હતા .

(10:25 pm IST)