Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ત્રિરંગા યાત્રામાં જોડાયા :100 ફૂટ ઉંચો રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપી

વાપીના જાહેર બજારમાં રંગારંગ ભવ્ય શોભા યાત્રા યોજાઈ;વાપી વાસીઓ ઉમટી પડ્યા

આઝાદીના અમૃત મહોત્સવનીદેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે.ત્યારે વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આ ઉત્સવને ઐતિહાસિક રીતે ઉજવવામાં આવી રહ્યો છે.રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે વાપીમાં જિલ્લાના સૌથી ઊંચા તિરંગાને ફરકાવવામાં આવ્યો હતો.વાપીની જાહેર બજારમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ 100 ફૂટ ઊંચો ત્રિરંગો લહેરાવી અને સલામી આપી હતી.આ પ્રસંગે વાપી આખું ત્રિરંગામય બન્યું હોય તેવો માહોલ સર્જાયો હતો.

વાપીના જાહેર બજારમાં રંગારંગ ભવ્ય શોભા યાત્રા યોજાઈ હતી.જેમાં વાપી વાસીઓ ઉમટી પડ્યા હતા.લોકો સ્વયંભૂ ત્રિરંગો લઇ અને આ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા.મહત્વપૂર્ણ છે કે નાણામંત્રી દેસાઈના હસ્તે લહેરાવવામાં આવેલો આ ત્રિરંગો વાપીની ગગનચુંબી ઇમારતોથી પણ ઊંચો લાગી રહ્યો હતો.આમ વાપી આખું ત્રિરંગા બન્યું હતું અને જાહેર માર્ગ પર યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં સ્થાનિક લોકો સાથે રાજકીય પાર્ટીઓના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે સામાજિક સંસ્થાઓ,શાળાના બાળકો અને જિલ્લા વહીવટી તંત્ર ના કર્મચારીઓ અને પોલીસ જવાનો પણ જોડાયા હતા.

ત્યારે આ ઐતિહાસિક પર્વ નિમિત્તે વાપીમાં જોવા મળેલા દ્રશ્યોથી નાણામંત્રી કનુ દેસાઈ પણ ગદગદ થયા હતા.આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનનું આહવાન કરનાર વડાપ્રધાન  મોદીની નેમને બિરદાવી હતી.

(8:00 pm IST)