Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

વિરમગામના આનંદ સ્કૂલમાં કૃષ્ણ જન્મોત્સવની સાથે તિરંગા મહોત્સવની ઉજવણી કરાઇ

--કૃષ્ણ બાળ લીલા, કૃષ્ણ સંવાદ, ભગવદગીતા શ્લોક પઠન, મટકીફોડ, ધ્વજ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામના આનંદ પ્રાથમિક અને માધ્યમિક શાળા અને આસ્થા ઇંગ્લીશ મીડીયમ સ્કુલ મા કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા મહોત્સવ અને ધ્વજ વિતરણ કાર્યક્રમનું શાળામાં આયોજન કરવામાં આવેલ હતું. શાળા દ્વારા કૃષ્ણ જન્મ મહોત્સવ કૃષ્ણ બાળ લીલા, કૃષ્ણ સંવાદ ભગવદગીતા શ્લોક પઠન, મટકીફોડ કાર્યક્રમ નું પણ આયોજન કરેલ હતું. જેમાં વિદ્યાર્થીઓએ ખુબ સરસ રીતે ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાની મેનેજમેન્ટ ટીમ શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ ખૂબ સારો એવો સાથ સહકાર આપેલ હતો.

(6:59 pm IST)