Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

નર્મદાના કેવડીયા ખાતે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી નજીક વરસાદી વાતારવણમાં મેઘધનુષ્‍ય સર્જાતા પ્રવાસીઓમાં આનંદનો માહોલ

વરસાદમાં સાતપુડા અને વિંધ્‍યાચલ પર્વતમાળા વચ્‍ચે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી આસપાસ આહલાદક દ્રશ્‍ય સર્જાયા

નર્મદાઃ વરસાદી વાતાવરણમાં કેવડીયા ખાતે આવેલ સરદાર પટેલના સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની આસપાસ સપ્‍તરંગી મેઘધનુષ્‍ય આકાર પામતા પ્રતિમા સાથે અદ્‌ભુત આકાશી નજારો સર્જાયો હતો. માહોલથી હિલ સ્‍ટેશન જેવો નયનરમ્‍ય દ્રશ્‍ય ખડુ થતા પ્રવાસીઓ આનંદવિભોર થયા હતા.

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વરસાદી માહોલથી હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો છે. વરસાદી વાતાવરણને કારણે સાતપુડા અને વિંધ્યાચલની ગિરીકંદરા વચ્ચે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આહલાદક દ્રશ્ય સર્જાયા છે. ત્યારે વાદળો વચ્ચે સરદાર પટેલની પ્રતિમા સાથે અદભૂત આકાશી નજારો સર્જાયો હતો. શુક્રવારે સમી સાંજે વરસાદના વિરામ બાદ અચાનક સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મેઘધનુષ્ય જોવા મળ્યુ હતું. આ મેઘધનુષ સરદાર પટેલની પ્રતિમા પાસે જોવા મળતા પ્રવાસીઓમાં કુતુહલ સર્જાયુ હતું. સરદાર પર આકાશથી થયો સપ્તરંગી અભિષેક થયો હોય તેવું લાગ્યુ હતું.

(6:09 pm IST)