Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ગાંધીનગરની હોટલ પ્રેસીડેન્‍ટમાં ધ્‍વજવંદન

રાજકોટ : રાજ્‍યના પાટનગર ગાંધીનગર ખાતે આજે સેક્‍ટર નં. ૧૧ ખાતે આવેલ હોટલ પ્રેસીડેન્‍ટનાં સંકુલમાં આઝાદી અમૃત પર્વની શાનદાર ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. હોટલ પ્રેસીડેન્‍ટના કર્મચારીશ્રી ચિમન પણદા, સંતોષ પવાર અને ચિરાગ સોલંકીના હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યુ હતું. કાર્યક્રમનું આયોજન હોટલ પ્રેસીડેન્‍ટના ચેરમેન હરેન્‍દ્રસિંહ જાદવે કર્યું હતું. 

(4:20 pm IST)