Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

વાનરિયા ગામમાં જિલ્લાનાં સંત સમાજના અગ્રણીઓ દ્વારા તિરંગાની જાગૃતતા માટે પદયાત્રા કાઢવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સોઢલીયા વાનરીયા ગ્રૂપ ગામ પંચાયત અને વશિષ્ઠ આશ્રમના પૂજ્ય સંત શ્રી ધરમાનંદ સરસ્વતી દ્વારા અને નર્મદા જિલ્લા સંત સમાજના અગ્રણીઓ સંત ગોપાલ ભારતીજી મહારાજ , ગોરધનગીરીજી મહારાજ અને બીજા સંતો સાથે પદયાત્રા કાઢવામાં આવી જેમાં વાનરીયા ગામના સરપંચ ઉર્મિલાબહેન તડવી ,પ્રવિણસિંહ રાઠોડ,તાલુકા પંચાયત સભ્ય ચંદુભાઈ તડવી,માજી સરપંચ દિનેશભાઇ તડવી ભેગા મળીને ભારત સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન પેટે દરેક ઘરે એક એક તિરંગો આપી કુલ 125 તિરંગા વહેંચવામાં આવ્યા અને 13 થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરની છત પર લગાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ ની 75 વર્ષ ની ઉજવણી નિમિતે વાનરીયા ગામના સર્વ સમાજના યુવાનો દ્વારા હળીમળી ને 75 રાષ્ટ્ર ઘ્વજ સાથે ગામમાં જાગૃત્તા માટે પદયાત્રા પણ કાઢવામાં આવી ,સાથે સાથે દેશભક્તિના રાષ્ટ્ર ગીતોની સાથે એકબીજાને મીઠાઈ ખવડાવતા હર્ષ ઉલ્લાસ સાથે આનંદની ઉજવણી કરી હતી.

(10:38 pm IST)