Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

સુરતમાં રોગચાળો :તાવ અને ઝાડા ઉલટીને કારણે છેલ્લા 10 દિવસમાં 7 લોકોના મોત

સુરત :શહેરમાં રોગચાળો વકર્યો છે ઝાડા ઉલ્ટી ,તાવ ,વાયરલ ફીવર અને અન્ય પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોએ માથું ઉચકયું છે રોજે રોજ કેસ સિવિલ ,સ્મીમેર હોસ્પિટલ ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી દવાખાનામાં આવી રહ્યા છે.ઝાડા ઉલટીને લીધે વધુ 2ના મોત નિપજ્યા હતા.ચાલુ સિઝનમાં તાવ અને ઝાડા ઉલટીને લીધે અત્યાર સુધીમાં ૭ લોકોનાં મોત થઇ ચુક્યા છે.

સુરત શહેરમાં ઝાડા ઉલટીના અને તાવ કેસો માં સતત વધારો થઇ રહ્યો છે. તેમજ પાણી જન્ય રોગચાળા થી એક પછી એક ના મોત થઇ રહ્યા છે. છેલ્લા દસ દિવસમાં સુરતમાં ૭ લોકોના મોત થતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ છે. જેમાં તાજેતરમાં ડીંડોલી વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય મહિલા ગાયત્રીબેન ગૌતમનું મોત થયું છે. મહિલા કમળો થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે

  . જોકે મેધરાજા ના વિરામ બાદ શહેરમાં મચ્છર જન્ય રોગે માથું ઉચક્યું છે. ત્યારે ત્યારે તંત્ર પણ મોડે મોડે હરકતમાં આવીને દવા છંટાવવાની કામગીરી શરૂ કરી છે. તેમજ ઉકાઈ ડેમ માંથી પાણી છોડતા તાપી નદીમાં ફલડ ગેટ બંધ કરતા કાદર શાહ ની નાલ અને વેડ પંડોળ વિસ્તારમાં બે દિવસથી ગટરના પાણી ભરાયા હતા.આ ગટરના પાણીથી રોગચાળો ના ફાટે તે માટે વહીવટી તંત્ર દ્વારા મેડીકલ મોબાઈલ વાન સુવિધા આપીને તમામ ના રીપોર્ટ કરી ચકાસણી હાથ ધરાઈ રહી છે.

(9:57 pm IST)