Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

રાજપીપળામાં નગરપાલિકા દ્વારા ઓક્સીજન આપતા ખાસ રોપાઓનું સાંસદની ઉપસ્થિતમા વૃક્ષારોપણ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા દ્વારા સફેદ ટાવર પાસે વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સાંસાદ મનસુખભાઇ વસાવા,પાલીકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ,મુખ્ય અધિકારી રાહુલદેવ ઢોડિયા સહિત ભાજપ કાર્યકરો અને પાલીકા સ્ટાફ હાજર રહ્યો હતો.
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે  નગર પાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલ રોડ ડિવાઈડરની મધ્યમાં  ખાસ કોલો કાર્પસ નામના છોડવાઓનું રોપાણ  સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું આ છોડની ખાસિયત એ છે કે તે વધુ પ્રમાણમાં ઊંચા કે પહોળા થતા નથી પરંતુ મધ્યમ કદના હોવા છતાં વધુ ઓક્સિજન આપે છે માટે કોરોના કાળમાં ઓક્સિજનની જરૂરીયાત બાદ હવે આવા છોડ રોપવા જરૂરી જણાતા પાલીકા દ્વારા ખાસ તેનું રોપણ કરવામાં આવ્યું હતું.
ગ્લોબલ વોર્મિંગના કારણે દરેક ઋતુએ સન્તુલન ગુમાવ્યું છે સાથેજ ઓક્સિજનની  કમીએ  માનવજીવનને પણ અસ્ત વ્યસ્ત કર્યું છે ત્યારે હવે વધુ વૃક્ષ વાવી ગુજરાતને હરિયાળું બનાવવાની સાથે સાથે વધુ ઓક્સિજન યુક્ત બનવાવાની ગુજરાત સરકારની નેમ છે જેમાં ગૌચર જમીન અને ખુલ્લા પ્લોટોમાં તો વૃક્ષારોપણ થાય જ છે પરંતુ શહેરી  વિસ્તારમાં પણ રસ્તાઓ મોટા થવાથી વાહનોના પ્રદુષણને કારણે ઓક્સિજનની કમી વર્તાય છે ત્યારે આવા શહેરી  વિસ્તારમાં પણ વૃક્ષારોપણ ની જરૂરિયાત છે એટલેજ રાજપીપલા ખાતે નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું,આ વૃક્ષારોપણ કાર્ય ને સાંસદ મનસુખ વસાવાએ બિરદાવ્યું હતું
રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે નગરની વચ્ચે પણ વાહનોના પ્રદુષણ ને કારણે ઓક્સિજનની માત્રમાં ઘટાડો થાય છે માટે ગામના વેપારીઓ અને લોકોને આ વૃક્ષારોપણ થી લાભ થશે.

(11:34 pm IST)