Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

વલસાડ તાલુકાના ઊંટડી ગામમાં ૧૦૦ ટકા રસીકરણ

ઊંટડી ગામ અન્ય ગામો માટે એક ઉત્તમ પ્રે૨ણાસ્ત્રોત બની રહેશે

વલસાડ કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીની મીટિંગ દરમિયાન વલસાડ તાલુકાના ઊંટડી ગામમાં ૧૦૦% રસીકરણના કરાયેલા નિર્ણયને ધ્યાને લઇ આ ગામમાં પાત્રતા ધરાવતા તમામ ૧૬૬૯ વ્યૂક્તિાઓને રસીકરણ કરવામાં આવ્યું છે. આમ આ ગામમાં કોવિડ-૧૯ ૨સીક૨ણ ક્ષેત્રે ૧૦૦ ટકા સિધ્ધીન પ્રાપ્ત કરવામાં આવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ઊંટડી ગામમાં કોળી પટેલ, હળપતિ, દેસાઇ, મુસ્લિામ સમાજ મળી વિવિધ સમાજની વ્યક્તિ ઓએ ઉત્સાહભે૨ ૨સીકરણનો લાભ લઇ કોરોના મુક્ત ગામ બનાવવામાં અમુલ્ય ફાળો આપેલ છે. ઊંટડી ગામ અન્ય ગામો માટે એક ઉત્તમ પ્રે૨ણાસ્ત્રોત બની રહેશે

વર્ષ ૨૦૨૦ બેચનાં આકાંક્ષા શિક્ષા, આઇ.એ.એસ.(ટ્રેઈની) નાં સીધા માર્ગદર્શન હેઠળ ઊંટડી ગામે ૧૦૦% કોરોના રસીક૨ણ ક૨વાની સિધ્ધી
હાંસલ થઇ છે. તેની સાથે કલેકટ૨, જિલ્લા વિકાસ અધિકારી, મુખ્યન જિલ્લા આરોગ્યા અધિકારી, તાલુકા હેલ્થ% ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, મેડીકલ ઓફિસર, તલાટી, સ૨પંચ, શિક્ષકો, હેલ્થઆ વર્કરો, આશા, ગામ આગેવાનો અને અન્યસ હોદેદારોનો પણ સિંહફાળો રહયો છે.

(9:45 pm IST)