Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

વડોદરા:જથ્થાબંધ વેપારીઓને ત્યાં પુરવઠા ખાતાની ટીમે ચેકીંગ હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ

વડોદરા: જથ્થાબંધ વેપારીઓ માટે ૨૦૦ મેટ્રિક ટન, રિટેલરો માટે પાંચ મેટ્રિક ટન, મિલર માટે  છેલ્લા ૩ મહિનાના ઉત્પાદન અથવા વાષક ક્ષમતાના રપ ટકા પૈકી જે વધુ હોય તે, ઇમ્પોર્ટર માટે તા.૧૫ મે પહેલા આયાત કરેલ સ્ટોક માટે જથ્થાબંધ વેપારી જેટલી અને તા.૧૫ મે પછી આયાત કરેલ સ્ટોક માટે જથ્થાબંધ વેપારી જેટલી, કસ્ટમ કલીયરન્સના ૪૫ દિવસ પછી લાગુ પડશે.

વડોદરા જિલ્લામાં દાળ અને કઠોળના જથ્થાબંધ, રીટેલર,મિલ,ઇમ્પોર્ટર દ્વારા ઓનલાઈન જાહેર કરેલ સ્ટોકનું ગઇકાલે અને આજે  પુરવઠા નિરિક્ષકોની ટીમ તથા મામલતદાર તથા નાયબ મામલતદાર પુરવઠા દ્વારા દરોડા પાડી ક્રોસ વેરિફિકેસન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૪ મિલર, ૧૦ ડીલર  અને  એક ઇમ્પોર્ટરની તપાસ કરી ભારત સરકારના ઓનલાઈન પોર્ટલ પર જથ્થાની વિગતો અપડેટ કરવામાં આવી હતી .

વડોદરા જિલ્લાના અન્ય તમામ દાળ, કઠોળના જથ્થાબંધ,રીટેલ, મિલર,ઇમ્પોર્ટર ભારત સરકારની વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરાવે તેમ જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે. કેન્દ્ર સરકારના  જાહેરનામાના ૩૦ દિવસ સુધીમાં નિયત સ્ટોક લિમિટનો જથ્થો લઈ આવવા તેમજ જથ્થાની વિગતો દરરોજ ઓનલાઈન અપડેટ કરવી જરૃરી છે. જાહેરનામાંના ૩૦ દિવસ બાદ જે કોઇ હોલસેલર, રીટેલર, મિલ,ઇમ્પોર્ટર દ્વારા ઓનલાઈન વેબસાઈટ પર સ્ટોક જાહેર  કરવામાં આવેલ સ્ટોક લિમિટ કરતા વધારે દાળ, કઠોળનો જથ્થો જોવા મળશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(6:27 pm IST)