Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

સુરતમાં કોરોનાકાળ દરમિયાન જીવ ગુમાવનાર ડોક્ટરોની યાદમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

સુરત: શહેરનાવાવવામાં આવેલ આ વૃક્ષો સાથે નામ પ્લેટ પર ડોક્ટરોનું નામ પણ મેન્શન કરાયું છે. જેથી આવનાર દરેક વ્યક્તિ ડોક્ટરોના ઉમદા કાર્યને નામ સાથે આજીવન યાદ રાખી શકે. શહેરના કેટલાક ડોક્ટરો તથા ભેંસાણ ગામના યુવકોએ ગ્રુપ બનાવી વાવવામાં આવેલ આ વૃક્ષોનું જતન કરી ઉછેરની જવાબદારી પણ જવાબદારી લીધી છે. જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો અને શહેરના પર્યાવરણ પ્રેમી નાગરિકોએ પણ ભાગ લીધો હતો.

ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશે કહ્યું કે, ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તે ખરેખર કાબિલેદાદ છે. અમારા કેટલાય મેડિકલ જગતના સ્વજનોને ગુમાવ્યાનું દુઃખ છે. અમે જે વૃક્ષો વાવ્યા છે તે અમારા સ્વજનોની યાદ કરાવતા રહેશે. પર્યાવરણની જાળવણી એ જ આપણો મુખ્ય ધ્યેય હોવો જોઈએ.

બોક્સ : જાપાનીઝ મીયાવાકી પધ્ધતિ ઝડપથી જંગલ ઉછેરવાની વૈશ્વિક કક્ષાએ માન્ય પધ્ધતિ છે. ગરમ વિષુવવૃત્તિય પ્રદેશો માટે આ પદ્ધતિ વિકસાવાઈ છે. આ પદ્ધતિ થી બે વર્ષમાં જ વૃક્ષ 2 ફૂટ થી 18 ફૂટ સુધીની ઊંચાઈ પકડે છે. તેમાં કોકોપીટ, દેશી છાણિયું ખાતર, માટી, ચોખાની ફોતરીનો ઉપયોગ થાય છે. તેમાં ગૌ-મૂત્ર અને આંકડાનું દૂધ નાખવામાં આવે છે જેથી વૃક્ષનો ઉછેર ઝડપી બને છે.

(6:23 pm IST)