Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ગાંધીનગર નજીક મોટી ભોયણમાં સીમમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 60 હજારથી વધુની રોકડ સાથે દસ શકુનિઓને ઝડપી પાડયા

ગાંધીનગર:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શ્રાવણ મહિના પહેલાં જુગારની બંદી વકરી રહી છે. ઠેકઠેકાણે જુગારધામો ધમધમી ઉઠયાં છે ત્યારે ગાંધીનગર એલસીબી પીઆઇ જે.જી.વાઘેલાએ પણ સ્ટાફના માણસોને એલર્ટ રહીને બાતમીદારોને સક્રિય કરીને આવા જુગારધામો ઉપર દરોડો પાડવા તાકીદ કરી હતી. જેના અનુસંધાને એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન કોન્સ્ટેબલ ગોવિંદભાઇ અને હેડ કોન્સ્ટેબલ અનુપસિંહને બાતમી મળી હતી કેમોટી ભોયણ ગામની સીમમાં જગાજી ઉદાજી ઠાકોર ખેતરમાં તીન પત્તિનો જુગાર રમાડે છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં મોટી ભોયણ ગામના જગાજી ઉદાજી ઠાકોરપ્રકાશજી છનાજી ઠાકોરભરતજી રાયચંદજી ઠાકોરભરતજી રમણજી ઠાકોરસબાસપુરના કૃણાલ નવીનજી ઠાકોરદશક્રોઇના ભૂમાના બોડાજી આતાજી ઠાકોરબોરીસણાના ચંદુભાઇ હરગોવનભાઇ વાઘેલારામાજી બળદેવજી ઠાકોરકલોલ મહેન્દ્ર મીલની ચાલીના મગા મણી કાઉન્ડર અને ઘાટલોડીયામાં રહેતી સોનલબેન મણીલાલ ઠાકોરને જુગાર રમતાં ઝડપી પાડયા હતાં. જે જુગારીઓ પાસેથી રોકડ ૩૮,૯૦૦ અને મોબાઇલ મળી ૬૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ જુગારીઓ સામે જુગારધારાની સાથે કોરોનાકાળમાં એકઠા થઇને જુગાર રમવા બદલ જાહેરનામા ભંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. 

(6:21 pm IST)