Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

સુરતમાંથી બોગસ પાસપોર્ટ અને વિઝા બનાવીને મો. ઇરફાન ઐયુબ ઇસ્‍માઇલ આદમ વિદેશી મોકલવાનું કૌભાંડ આચરતોઃ સુરત એસઓજી અને ગુજરાત એટીએસે રેકેટ ઝડપી લીધુ

સુરત: વિદેશ જવા માટે આજે લોકો કંઈ પણ કરવા તૈયાર થાય છે. ત્યારે લોકોને વિદેશ જવાના સપના બતાવીને કૌભાંડ આચારનારા લોકો માર્કેટમાં ફરે છે. સુરતમાં બોગસ પાસપોર્ટ અને વીઝા બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરત એસઓજી અને ગુજરાત એટીએસે બોગસ પાસપોર્ટ અને વીઝાના આધારે અલગ-અલગ દેશોમાં લોકોને મોકલવાના રેકેટને ઝડપી પાડ્યું છે. પોલીસે મોટા વરાછામાંથી આરોપી મોહમ્મદ ઇરફાન ઐયુબ ઇસ્માઇલ આદમની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત એસઓજી અને ગુજરાત એટીએસને આ કૌભાંડની બાતમી મળી હતી કે, મોહંમદ ઈરફાન ઐયુબ નાનો શખ્સ લોકોને વિદેશ મોકલવા સેટિંગ કરે છે. તે વાયા પાકિસ્તાન થઈને લોકોને યુરોપ, આફ્રિકા, કેનેડા અને યુકેમાં મોકલે છે. એરપોર્ટ પર તેનુ સેટિંગ છે. તેથી પોલીસે ગઈકાલે તેની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. જેમાં  અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા.

મોટા વરાછામાં જાદવત ફળિયામાં રહેતો મો.ઇરફાન ઐયુબ ઇસ્માઈલ આદમ વિવિધ દેશોના બોગસ પાસપોર્ટ અને વિઝા બનાવી લોકોને વિદેશ મોકલતો હતો. દરોડામાં એટીએસની ટીમને વિવિધ દેશોના પાસપોર્ટ મળી આવ્યા છે. નેપાલ, આર્મેનીયા, તુર્કી, મલેશિયા, દક્ષિણ આફ્રિકા, કેનેડા,અમેરિકા, પેરૂ તથા નાઇઝીરિયાના નકલી પાસપોર્ટ કબજે કર્યા હતા. એટલુ જ નહિ, એટીએસએ ભારતના વિવિધ શહેરોમાઁથી બોગસ પાસપોર્ટ પણ મેળવ્યા હતા. ના ફોનમાંથી 50 થી વધુ બોગસ પાસપોર્ટને લગતા ફોટો અને ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે.

મોહંમદ પોતે 25 વાર ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ જઈ આવ્યો છે. ત્યારે એટીએસની ટીમ તેની આ ટુર પર તપાસ કરી રહી છે.

(4:16 pm IST)