Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

એક ડઝનથી વધારે ગુજરાતી કંપનીઓએ એક વર્ષમાં આપ્યું ૧૦૦ ટકાથી વધારે રિટર્ન

અમદાવાદ, તા.૧૩: અદાણી ગ્રૃપની કંપનીઓના શેરોમાં થયેલ જોરદાર કડાકા છતાં ગુજરાતની અન્ય એક ડઝન કંપનીઓએ છેલ્લા ૧૨ મહીનામાં ૧૦૦ ટકાથી વધારે રિટર્ન આપ્યું છે.

ગુજરાત ખાતેની લગભગ ૧૩ જેટલી લીસ્ટેડ કંપનીઓના શેરની કિંમત ૧૩ જુલાઇ ૨૦૨૦થી અત્યાર સુધીમાં બમણાથી પણ વધી ગઇ છે. મોનાર્ક નેટવર્થ કેપીટલ લીમીટેડ, ગણેશ હાઉસીંગ કોર્પોરેશન લીમીટેડ, દિપક નાઇટ્રેટ લીમીટેડ અને ગુજરાત ફલોરો કેમીકલ્સના લીમીટેડ જેવી કંપનીઓના શેરમાં ગયા વર્ષની ૧૩ જુલાઇથી અત્યાર સુધીમાં ૨૫૦ થી ૪૯૫ ટકાનો ઉછાળો આવ્યો છે.ગુજરાત ગેસ લીમીટેડ, અસ્ત્રાવ લીમીટેડ, ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમીકલ્સ લીમીટેડ (જીએનએફસી), અતુલ લીમીટેડ અને રતનામી મેટલ્સ એન્ડ ટયુબ્સ લીમીટેડ જેવી કંપનીઓએ ૧૦૦ થી ૧૬૮ ટકા રીટર્ન આપ્યું છે.

ગુજરાતની સૌથી વધુ રીટર્ન આપનારી ૧૮ કંપનીઓમાં અદાણી ગ્રૃપની ૬ કંપનીઓના પણ નામ છે. હાલના કરેકશન છતાં અદાણી ગ્રૃપની કંપનીઓના શેરોમાં મળ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી ટોટલ ગેસ લીમીટેડના શેરોની કિંમતો ક્રમશઃ ૮૧૦ ટકા અને ૪૮૮ ટકા વધી છે. એ જ સમયગાળામાં સેન્સેકસ જુલાઇ ૧૨ ૨૦૨૧ના દિવસે ૧૩ જુલાઇ ૨૦૨૦ કરતા ૪૩ ટકા વધ્યો છે.

(3:25 pm IST)