Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

આચાર્યના બેફામ વહીવટના કારણે કંટાળેલા ગામ લોકોએ શાળાની તાળાબંધી કરી દીધી

વડનગર નજીક આવેલાસૂંઢિયા ગામની સરકારી શાળાની તાળાબંધી

અમદાવાદ :  આજથી રાજ્યની તમામ શાળાઓ માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓની શરૂઆત થઇ ચુકી છે. મહેસાણા જિલ્લાના વડનગર નજીક આવેલાસૂંઢિયા ગામમાં વહેલી સવારથી જ ગામલોકો એકત્ર થઇને ગામની સરકારી શાળાની તાળાબંધી કરી હતી. આચાર્યના બેફામ વહીવટના કારણે કંટાળેલા ગામ લોકોએ શાળાની તાળાબંધી કરી હતી. સરકારી ગ્રાન્ટનો દુરૂપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ લગાવીને ગામલોકો દ્વારા આચાર્યની બદલીની માંગ કરવામાં આવી રહી છે. 

(12:16 am IST)