Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

સાબરકાંઠામાં સચરાચર મેઘસવારી : ગુહાઇ જળાશયમાં પાણીની આવક : વિજયનગરમાં બે કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ

પ્રાંતિજ ,વડાલી, હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં તેમજ ગાંભોઇ, કાંકણોલ, બેરણા વિસ્તાર ગાજવીજ સાથે વરસાદ

 સાબરકાંઠાઃ જિલ્લામાં વરસાદી વચ્ચે હિંમતનગરના ગુહાઇ જળાશયમાં 30 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. ઉપરવાસ વિસ્તારમાં વરસાદને લઇ પાણીની નવી આવક શરૂ થઈ છે. વિજયનગરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. મોજાલિયા,ખરોલ, લિલપુર સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. ભારે ગરમી અને બફારા બાદ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં છે. પ્રાંતિજ ,વડાલી અને વિજયનગરમાં પણ વરસાદ વરસ્યો હતો. હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. ગાંભોઇ, કાંકણોલ, બેરણા વિસ્તાર ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.

(8:35 pm IST)