Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

અમદાવાદમાં આગ ઓલવવાના કામમાં આવતા ફાયર રોબોટમાં બ્લાસ્ટ : ફાયર મેન ઈજાગ્રસ્ત

ફાયર રોબોટ કરોડો રૂપિયાનો આ રોબોટ 1 જૂને સેવામાં આવ્યો અને માત્ર 12 દિવસમાં જ વિસ્ફોટ થયો: મણિનગર ફાયર સ્ટેશન ફાયર રોબોટ ચાર્જ કરવા માટે મૂક્યો હતો

અમદાવાદનાં મણિનગર ફાયર સ્ટેશન ફાયર રોબોટ ચાર્જ કરવા માટે મૂક્યો હતો. અને તેમાં અચાનક બ્લાસ્ટ થયો  હતો. આ ઘટનામાં  એક ફાયર કર્મચારી ઇજાગ્રસ્ત બન્યો છે. કર્મચારીના હાથને ઈજા થઈ છે.  અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના મણિનગર ફાયર સ્ટેશન ખાતે ફાયર ફાઇટીંગ રોબોટ આવેલા છે. જેને ચર્જિંગમાં મૂકેલા હતા. એક કર્મચારી રોબોટ ચાર્જ થયા છે કે નહીં ચ્ચેક કરવા માટે રોબોટ પાસે ગયો હતો. અને તેની થોડી જ ક્ષણોમાં ચર્જિંગ માં મૂકેલા રોબોર્ટમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં દિપક પરમાર નામના ફાયર મેન ઇજાગ્રસ્ત બન્યો હતો. ફાયરમેનને મણિનગરની એલજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને ફ્રેક્ચર અને સ્નાયુમાં ઈજાઓ હોવાનું નિદાન થયું હતું.

(8:08 pm IST)