Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યની દેશની શ્રેષ્ઠ વિધાનસભા/વિધાન પરિષદ એવોર્ડ આપવા માટે માપદંડો સૂચવવા માટેની સમિતિની બેઠકમાં ઉપસ્થિતિ

ગાંધીનગર : આજે બપોરે ૩-૩૦ કલાકે પાર્લામેન્ટ હાઉસ એનેક્ષી, નવી દિલ્હી ખાતે કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરીની અધ્યક્ષતામાં‘‘શ્રેષ્ઠ વિધાનસભા/વિધાન પરિષદ એવોર્ડ આપવા માટે માપદંડો સૂચવવા માટેની સમિતિ”ની બેઠક મળી હતી. જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય ઉપરાંત રામનિવાસ ગોએલ, અધ્યક્ષ, દિલ્હી વિધાનસભા, રામરાજે પ્રતાપસિંહ નાઇક નિમ્બાલકર, ચેરમેન, મહારાષ્ટ્ર વિધાન પરિષદ, વિજય કુમાર સિન્હા, અધ્યક્ષ, બિહાર વિધાનસભા,બિશ્વજીત ડાઇમરી, અધ્યક્ષ, અસમ વિધાનસભા,એમ. અપ્પાવુ, અધ્યક્ષ, તમિલનાડુ વિધાનસભા ઉપસ્થિત રહ્યાં હતાં.

 ઉક્ત બેઠકમાં શ્રેષ્ઠ વિધાનસભા/વિધાન પરિષદ એવોર્ડ માટેના માપદંડો સૂચવવા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ પોતાના વિચારો રજૂ કરી અગત્યના સૂચનો કર્યા હતાં. જેનો સહર્ષપણે સ્વીકાર કરવામાં આવ્યો હતો.

(6:51 pm IST)