Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં સાયકલ મુકવા બાબતે થયેલ તકરારમાં તલવારથી હુમલો થતા બંને પક્ષ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: પાણીગેટમાં  સાઇકલ મૂકવા બાબતે તકરાર થતા મારામારી થતા તલવારથી હુમલો થયો હતો.સિટિ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાણીગેટ ચૌધરી વાડમાં રહેતા ઇકબાલ યુસુફભાઇ સારંખવાલાએ સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે રાતે સાડા નવ વાગ્યે મારા સાઢુ ભાઇ સલીમનો   છોકરો મારા ઘરે સાઇકલ લઇને મહેમાન તરીકે આવ્યો હતો.અને તેની સાઇકલ મારા ઘરની સામે રહેતા ઝહીરભાઇ વકીલના મકાન પાસે મૂકી હતી.તે સમયે મારા ઘરની ગલીમાં રહેતા યુનુસ યુસુફભાઇ મેટરવાલા તથા મહંમદઆરીફ યુસુફભાઇ મેટરવાલા (રહે.શાબરી લીમવાલી મસ્જિદ  પાસે, પાણીગેટ)એ આવીને અહીંયા સાઇકલ કેમ મૂકી છે ? તેવું કહીને ગાળો બોલવા લાગ્યા હતા.તે દરમિયાન યુનુસભાઇના કાકાના છોકરાઓ મહંમદ  હનીફ તથા મહંમદ હુસેન પણ આવી ગયા હતા.અને મને મારવા લાગ્યા હતા.ત્યારબાદ મહંમદ આરીફ તલવાર લઇને આવ્યો હતો.અને મારા સાસુને હાથ પર ઇજા કરી હતી. જ્યારે સામા પક્ષે મહંમદયુનુસ મેટરવાલાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે રાતે સાડા નવ વાગ્યે હું મારા ઘરેથી મારો ભાઇ મહંમદઆરીફ મેટરવાલા સાઇકલ લઇને નીકળ્યો હતો.તે સમયે રસ્તા વચ્ચે મૂકેલી સાઇકલ બાબતે  ઝઘડો થયો હતો.તે સમયે ઇમરાન, સલીમ ગનીભાઇ, અને સાહીલ આવી ગયા હતા.અને તેઓએ અમારી સાથે બોલાચાલી  ઝઘડો કર્યો હતો.સિટિ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:12 pm IST)