Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

કલોલના સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોડાઉનમાં પોલીસે દરોડા પાડી 28લાખ 50 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

કલોલ :  કલોલના સાંતેજ પોલીસ મથક વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડયો હતો અને અત્રેથી ૨૮ લાખ ૫૦ હજારનો વિદેશી દારૃનો જથ્થો ભરેલ ગોડાઉન ઝડપી પાડયું હતું પોલીસે સ્થળ પરથી છ લોકોની ધરપકડ કરી હતી તેમજ એક કાર અને એક પીકપ ડાલુ કે જેમાં વિદેશી દારૃનો જથ્થો ભરેલો હતો તે પણ જપ્ત કર્યું હતું પોલીસે ૪૧૬૬૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પકડાયેલા છ જણા સામે કાર્યવાહી હાથ ધરી છે.

સાંતેજ પોલીસ મથક વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડી અધધ કહી શકાય તેવો વિદેશી દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો પોલીસ મથકના જવાનો પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે કોઠારી એસ્ટેટમાં આવેલી એક ગોડાઉનમાં જીગ્નેશ ઉર્ફે જીગો મહેશભાઈ પટેલ રહે અમદાવાદ તેના મળતિયા સાગરીતો સાથે રહીને વિદેશી દારૃનો જથ્થો રાખી વાહનો મારફતે ધંધો કરી રહ્યો છે તે બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો ત્યારે ગોડાઉનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો.આ ગોડાઉન માં વિદેશી દારૃ અને બિયરનો જથ્થો રાખવામાં આવ્યો હતો અને નાના વાહનો મારફતે તેને કટીંગ કરી અન્યત્ર પહોંચાડવામાં આવતો હતો ગોડાઉનમાંથી પોલીસે એક  કાર  અને  એક પીકપ ડાલુ વિદેશી દારુનો જથ્થો ભરેલો મળી આવતા આ બંને વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા પોલીસે ગોડાઉનમાંથી વિદેશી દારૃ અને બીયરની બોટલો મળી કુલ નંગ ૧૧૪૪૨ રૃપિયા ૨૮૫૦૬૦૦ તથા હુન્ડાઈ કાર કિંમત રૃ ૮૦૦૦૦૦ એક પીકપ ડાલુ કિંમત રૃ ૫૦૦૦૦૦ મળી કુલ રૃપિયા ૪૧૬૬૧૦૦ મુદ્દામાલ જપ્ત કર્યો હતો ગોડાઉન માં હાજર સુરેન્દ્ર લક્ષ્મી નારાયણ શર્મા તથા દિનેશ વિજય શર્મા તથા અલ્પેશ ઉર્ફે અપો રૃગનાથભાઈ બારોટ તથા જીગ્નેશ ઉર્ફે જીગો મહેશભાઈ પટેલ અને મધુર સુરેન્દ્ર શર્માની ધરપકડ કરી હતી પોલીસે ધરપકડ કરેલા સુરેન્દ્ર શર્માની પુછતાછ હાથ ધરતા તેણે જણાવ્યું હતું કે પોતે આ ગોડાઉન ભાડે રાખ્યું છે અને જીગ્નેશ ઉર્ફે જીગો મહેશભાઈ પટેલ ને ભાગીદારીમાં હરિયાણાથી વિદેશી દારૃ બિયરનો માલ લાવીને તેનું વેચાણ કરે છે પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

(6:09 pm IST)