Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

કલોલ તાલુકાના ખોરજાપુરા ગામે ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 13 શાકુઈઓને 1 લાખ 96 હજારની મતા સાથે ઝડપી પાડયા

કલોલ :  કલોલ તાલુકાના ખોરજાપરા ગામે જુગારધામ ધમધમી રહ્યું હતું તે વખતે ગાંધીનગર એલસીબી પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસે દરોડો પાડી સ્થળ પરથી જુગાર રમતા તેર લોકોને ઝડપી લીધા હતા જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે પોલીસે જુગારીઓ પાસેથી રોકડ રૃપિયા ૧૯૬૮૦૦ તથા એક કાર અને મોપેડ તેમજ મોબાઇલ વિગેરે મળી કુલ રૃપિયા ૪૧૪૮૦૦ મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને જુગારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર એલસીબી પોલીસના પી આઈ એચ પી ઝાલા ને ખાનગી રાહે બાતમી મળી હતી કે કલોલ તાલુકાના ખોરજાપરા ગામે કડી તાલુકાના વડાઈ ગામે રહેતો મંગાજી લાલાજી ઠાકોર તેના સાગરીતો સાથે મળીને જુગારધામ ચલાવી રહયો છે અને હાલમાં આ જુગારની પ્રવૃત્તિ ધમધમી રહી છે તેવી બાતમીના આધારે ગાંધીનગર એલસીબી પોલીસે દરોડો પાડયો હતો જે દરોડો પાડી અહીં જુગાર રમતા ૧૩ લોકોને ઝડપી લીધા હતા જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૃપિયા ૧૯૬૮૦૦ તથા ૧૨ નંગ મોબાઇલ મોજ એક કાર અને એક મોપેડ મળી કુલ રૃપિયા ૪૧૪૮૦૦ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો પોલીસે જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:09 pm IST)