Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ચૂંટણી સહયોગ નિધીમાં ચેક અર્પણ

પ્રદેશ ભાજપની યોજનાનુસાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં ચૂંટણી સહયોગ નિધિ અભિયાનનો પ્રારંભ થયેલ છે તે અંતર્ગત  રાજયના મંત્રી અરવીંદભાઈ રૈયાણી ઘ્વારા શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીને ડોનેશનનો ચેક અર્પણ કરાયો હતો. આ તકે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, ઉપપ્રમુખ વિરેન્દ્રસિહ ઝાલા, શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનિલભાઈ પારેખ સહીતના અગ્રણીઅો ઉપસ્થિત રહયા હતા અને પોતાનું યોગદાન આપી શહેરીજંનોને આ અભિયાનમાં જોડાવવા અપિલ કરી હતી.

(4:35 pm IST)