Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

અમદાવાદમાં દેશના ૧૫ જાણીતા આર્ટીસ્‍ટોએ કલાના અદ્દભુત કામણ પાથર્યા

જોઈન્‍ટ પોલીસ કમિશ્નર અજયકુમાર ચૌધરી દ્વારા પ્રારંભ, કાબિલેદાદ કલાને બિરદાવી

રાજકોટ, તા.૧૩ :  અમદાવાદ ખાતે દેશના  જાણીતા ૧૫ જેટલા કલાકારો દ્વારા પોતાની અદભૂત કલાના કામણ પાથરતા કલાપ્રેમી લોકો સાથે નિષ્‍ણાતો પણ આફ્રિન પોકારી ઊઠયા હતા, ઉકત કલા પ્રદર્શનનો પ્રારંભ અમદાવાદના લોકપ્રિય જોઇન્‍ટ પોલિસ કમિશનર અજયકુમાર ચોધરી જેવા કલાના ઉપાસક હસ્‍તે કરાવવામાં આવતા આર્ટીસ્‍ટો પોતાની કલાની કદરદાની કરનાર વ્‍યક્‍તિ પાસે કરાવતા રાજીપો અનુભવ્‍યો હતો.                            
અત્રે એ યાદ રહે કે સિનિયર આઇપીએસ અજયકુમાર ચૌધરીના કલાસિક ચિત્રો વિશ્વભરની ગેલેરીઓમાં ગુજરાતની આન, બાન અને શાન વધારી રહ્યા છે, તેમનો આ એક માત્ર શોખ છે, ઓફીસ વર્ક માંથી ફુરસદ મળ્‍યે પોતાની કલાની દુનિયામાં ખોવાઈ જાય છે .
ઉકત પ્રસંગે કલાપ્રેમી સન બિલ્‍ડર ગ્રુપના નરેન્‍દ્રભાઇ પટેલ, જાણીતા આર્ટિસ્‍ટ બંશી સંઘવી સહિતના કલા જગતના ટોચના આર્ટીસ્‍ટો ઉપસ્‍થિત રહ્યા હતા

 

(4:06 pm IST)