Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ગુજરાતમાં ર૦૧૭માં ૬પ રાજકીય પક્ષોએ ઝંપલાવેલ

ભાજપ, કોગ્રેસ, બસપા, સીપીઆઇ, સીપીઍમ, ઍનસીપી જેવી રાષ્ટ્રીય પાર્ટીઅો ઉપરાંત આપ, જેડીઍસ, જેડીયુ, સપા, શિવસેના, અખિલ ભારતીય કોગ્રેસ દલ, અખિલ ભારતીય હિન્દુ મહાસભા, અપના દેશ પાર્ટી, અોલ ઇન્ડીયા હિન્દુસ્તાન કોગ્રેસ, અખંડ હિન્દ પાર્ટી, અપની સરકાર પાર્ટી, બહુજન મુકિત પાર્ટી, બહુજન સુરક્ષા દળ, જનસભા પથ પાર્ટી વગેરેઍ હાજરી પુરાવેલ : આયેગા ગુજરાત કે લોકતંત્ર કા મહાપર્વ, હમે ઇસ હથિયાર પર હોગા મહાગર્વ : ચૂંટણીમાં મુખ્ય સ્પર્ધા ભાજપ-કોંગ્રેસ વચ્ચેઃ આ બન્ને ઉપરાંત એન.સી.પી. અને બી.ટી.પી.ના ઉમેદવારો જીતેલા : ૩ અપક્ષોની જીત થઇ હતી

રાજકોટ, તા., ૧૩: સમગ્ર દેશમાં ભાજપ માટે રાજકીય પ્રયોગશાળા ગણાતા ગુજરાતમાં આવતા ૬ મહિનામાં વિધાનસભાની ચૂંૅટણી આવી રહી છે. ૧૯૯૫થી છેલ્લી ૬ ચૂંટણીથી ભાજપને બહુમતી મળતી રહી છે. અત્યાર સુધીમાં ભાજપ સરકારમાં કેશુભાઇ પટેલ, સુરેશભાઇ મહેતા, નરેન્દ્રભાઇ મોદી, આનંદીબેન પટેલ અને વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી રહી ચુકયા છે. છેલ્લા ૯ માસથી ભુપેન્દ્રભાઇ પટેલ મુખ્યમંત્રી છે. રાજયમાં સામાન્ય રીતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે મુખ્ય સ્પર્ધા રહે છે. ગયા વખતે આ જ પરંપરા જળવાયેલ પણ ચુંટણીના મેદાનમાં નાના, મોટા ૬પ પક્ષો હતા. અમુક પક્ષોના ઉમેદવારો જીતી ન શકે પણ અન્યને જીતાડવા કે હરાવવામાં ભૂમીકા ભજવતા હોય છે. આ વખતે પણ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહીત સંખ્યાબંધ પક્ષો અને અપક્ષો મેદાને આવે તેવા સંજોગો છે.

૨૦૧૭ની ચૂંટણીનું મતદાન ૯ અને ૧૪ ડીસેમ્બરે થયેલ પરીણામ ૧૮ ડીસેમ્બરે જાહેર થયું હતું. જેમાં ૧૮ર પૈકી ભાજપને ૯૯, કોંગ્રેસને ૭૭, અપક્ષોને ૩, ભારતીય ટ્રાઇબલ પાર્ટીને ર અને એન.સી.પી.ને ૧ બેઠક મળી હતી. જો કે ર૦૧૭ થી આજ સુધીમાં કોંગીના કેટલાક ધારાસભ્યોને રાજીનામા અપાવી ફરી ભાજપ તરફથી ચુંટણી લડાવી ભાજપ ૧૧૧ની મજબુત સ્થિતિમાં આવી ગયો છે. હાલ વિધાનસભાની બે બેઠકો ધારાસભ્યોના અવસાનથી એક બેઠક રાજીનામાથી અને એક બેઠક કાનુની વિવાદના કારણે ખાલી પડી છે.

ગયા વખતે ચુંટણીમાં ઉમેદવારો મુકનારા પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ, બીટીપી, એનસીપી, જનતાદળએસ, જનતાદળ યુ, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી, અપના દેશ પાર્ટી, અખંડ હિન્દ પાર્ટી, બહુજન મુકિત પાર્ટી, જનસભ્ય પથ પાર્ટી, બહુજન સુરક્ષા દળ, અખિલ ભારતીય કોંગ્રેસ દળ જેવી પાર્ટીઓનો સમાવેશ થાય છે. કુલ ૬પ રાજકીય પક્ષો અને અપક્ષોએ ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી.

વર્ષ ર૦૧૭ની ધારાસભાની ચુંટણીમાં ૧૮ર બેઠકો પર કુલ ૧૭૦ર પુરૂષ ઉમેદવારો પૈકી ૧૬૯ ઉમેદવારો અને ૧ર૬ મહિલા ઉમેદવારો પૈકી ૧૩ મહિલા ઉમેદવારો ધારાસભ્ય બનવામાં સફળ થયેલ મુખ્ય સ્પર્ધક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે માત્ર ૭.૬૧ ટકા મતનો ફેર રહયો હતો. ૧.૮૪ ટકા મત નોટાને મળ્યા હતા.

રાજયના ધારાસભાની ૧૮ર બેઠકોમાંથી ૧૪ર બેઠકો સામાન્ય, ૧૩ બેઠકો અનુસુચીત જાતી માટે અને ર૭ બેઠકો અનુસુચીત જનજાતી (આદિવાસી) માટે અનામત છે. ભાજપે વિકાસના મુદ્દા પર ચુંટણીનું રણશીંગુ ફુકેલુ વિપક્ષોએ સરકારની નિષ્ફળતાને મુદ્દો બનાવ્યો હતો. તે વખતે પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો પણ ધગધગતો હતો.

આ વખતે પણ વિકાસ, મોંઘવારી, બેરોજગારી, કાયદો વ્યવસ્થા વગેરે મુદ્દા પ્રચારમાં અગ્રક્રમે રહેશે. ચૂંટણી પુર્વ બનતી અમુક ઘટનાઓ પણ ચુંટણી પ્રચારમાં પ્રભાવ પાડતી હોય છે. મતદાન પુર્વેના છેલ્લા અમુક મહિનાઓનું વાતાવરણ નિર્ણાયક બને છે. રાજકારણમાં ગમે ત્યારે ગમે તે સમીકરણો ફરી શકે છે? ગાંધીનગરની ગાદીએ પુનરાવર્તન કે પરિવર્તન ? તે પ્રશ્ન સૌથી મહત્વનો રહેશે.(૪.૭)

કેટલી બેઠકો

કયા પ્રકારની?

સામાન્ય            ૧૪ર

અનુસુચિત જાતિ      ૦૧૩

અનુસુચિત જનજાતિ  ૦૨૭

કુલ                ૧૮ર

 

ર૦૧૭ના

ઉમેદવારો

પુરૂષ                ૧૭૦ર

મહિલા      ૦૧ર૬

પુરૂષ વિજેતા ૦૧૬૯

મહિલા વિજેતા       ૦૦૧૩

કુલ વિજેતા ૦૧૮૨

 

ર૦૧૭નું પરિણામ

    પક્ષ        વિજેતા સભ્યો

ભાજપ       ૯૯

કોંગ્રેસ       ૭૭

બીટીપી      ૦ર

એનસીપી    ૦૧

અપક્ષ               ૦૩

કુલ         ૧૮ર

 

 

કયા પક્ષને કેટલા મત મળેલા ?

   પાર્ટી        મતના ટકા        ભાજપ               ૪૯.૦પ

કોંગ્રેસ       ૪૧.૪૪

બસપા       ૦૦.૬૯

એનસીપી    ૦૦.૬ર

સીપીઆઇ   ૦૦.૦ર

સીપીએમ    ૦૦.૦ર

અપક્ષો      ૦૪.૩૦

નોટા                ૦૧.૮૪

(બાકીના મત અન્ય

પક્ષોને મળેલા)

(3:58 pm IST)