Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ગુજરાતમાં ચોમાસાની એન્‍ટ્રી : અશોકભાઈ પટેલ

રાજકોટ : વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યુ છે કે દક્ષિણ પヘમિ ચોમાસુ ઉત્તર અરબી સમુદ્રમાં દાખલ થયુ છે. ગુજરાતના થોડા ભાગોમાં એન્‍ટ્રી કરી છે. મહારાષ્‍ટ્રના ઘણા ભાગો, કર્ણાટકના ઘણા ભાગો, તેલંગણા અને રાયલસીમાના થોડા ભાગો તેમજ તામિલનાડુના વધુ ભાગોમાં પહોંચી ગયુ છે. ચોમાસાની નોર્ધન લીમીટ ૨૧ ડિગ્રી નોર્થમાં ૭૦ ડિગ્રી ઈસ્‍ટ (સૌરાષ્‍ટ્રના ચોરવાડના દરિયાકિનારા નજીક ત્‍યાંથી દીવ નંદોળબાર, દીવથી વાયા સુરત) પહોંચ્‍યુ છે. જનરલ ચોમાસુ હજુ ગુજરાતમાં આગળ વધશે. મુખ્‍ય પરિબળો જોઈએ તો (૧) ઓફસોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળના કિનારા સુધી (૨) એક અપરએર સાયકલોનીક સરકયુલેશન મધ્‍ય પૂર્વ અરબી સમુદ્રમાં ૩.૧ કિ.મી.થી ૭.૬ કિ.મી.ના લેવલ સુધી (૩) એક ટ્રફ ઉત્તર પૂર્વ મધ્‍યપ્રદેશથી મહારાષ્‍ટ્ર થઈ અરબીના અપરએર સાયકલોનીક સરકયુલેશન સુધી ટ્રફ છે.

 

(3:02 pm IST)