Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સુરતઃ દર્દીના ખોટા નામથી ૧૫૦ રેમડેસિવિર ઇન્જેકશન બારોબાર વેચી દેવાયા, સુપરિન્ટેન્ડન્ટ રાગિણી વર્માએ તપાસના આદેશ આપ્યા

રાજકોટ, તા. ૧૩  : સિવિલ હોસ્પિટલમાં વોર્ડમાં દાખલ ન કરાયા તેવા દર્દીઓનાં નામે રેમડેસિવિર ઈન્જેકશન બતાવી દઈ બારોબાર સગેવગે કરી દેવાયાનું કૌભાંડ બહાર આવ્યુ છે. ૧૫૦ ઈન્જેકશનનો હિસાબ ન મ?ળતાં સુપરિન્ટેન્ડન્ટ રાગિણી વર્માએ તપાસના આદેશ આપ્યા છે. નિયમ મુજબ, વોર્ડમાં દાખલ હોય તેવા જ દર્દીઓને ઈન્જેકશન ફાળવવામાં આવે છે, પરંતુ મેડિકલ સ્ટોરના રજિસ્ટ્રેશનમાં દર્દી દાખલ ન હોય તેમના નામે ઈન્જેકશન ફાળવાયાં હોવાનું દર્શાવવામાં આવ્યું છે. બીજી તરફ, કલેકટરે સોમવારે ૩૦૦૦માંથી ખાનગી હોસ્પિટલોને ૧૨૦૦ જેટલાં ઈન્જેકશન ફાળવ્યાં હતાં. પ્રત્યેક દર્દી માટે એક જ આપવામાં આવે છે અને સ્ટોક હશે ત્યાં સુધી જ ખાનગી હોસ્પિટલને અપાશે તેવી સ્પષ્ટતા પણ કલેકટરે કરી છે. ભાજપ કાર્યાલયેથી પણ ૯૦૦ લોકોને મફત ઈન્જેકશન આપવામાં આવ્યાં હતાં.

(3:04 pm IST)