Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

વડોદરામાં હોસ્પિટલોમાં દર્દીઓ વધતા વેન્ટિલેટરની ડિમાન્ડ વધી : હૈદરાબાદથી 100 વેન્ટિલેટર લવાયા

આ વેન્ટિલેટર સરકારી કોવિડ હોસ્પિટલ અને નિઃશુલ્ક બેડવાળી ખાનગી હોસ્પિટલમાં અપાશે

અમદાવાદ. રાજકોટ, સુરત અને વડોદરામાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં વેન્ટિલેટરની પણ માગ વધી છે. ત્યારે હૈદરાબાદથી 100 વેન્ટિલેટર વડોદરા લવાયા છે. આ વેન્ટિલેટર સરકારી કોવિડ હોસ્પિટલ અને નિઃશુલ્ક બેડવાળી ખાનગી હોસ્પિટલમાં આપવામાં આવશે. ભારત ઇલેક્ટ્રોનિક્સ કંપની દ્વારા આ વેન્ટિલેટર બનાવવામાં આવ્યાં છે.

વડોદરામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે શહેરમાં કન્ટેઈન્મેન્ટ ઝોનમાં પણ વધારો થઈ રહ્યો છે. કન્ટેઈન્મેન્ટ ઝોનમાં રહેતા દર્દીઓ તથા તેમના પરિવારજનો બજારમાં ફરતા હોવાની માહિતી સામે આવી છે. જેને લઈને શહેરમાં સતત કેસોનો વધારો પણ જોવા મળી રહ્યો છે. તંત્ર પણ આ માહિતીને લઈને હરકતમાં આવી ગયું છે. તથા જાહેરમાં સંક્રમિતો નજરે ચડશે તો તેમની પર પોલીસ કાર્યવાહી કરવાનું પણ તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.અત્રે  ઉલ્લેખનીય છે કે શહેરના 7,916 જેટલા મકાનો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં છે.

(9:51 am IST)