News of Tuesday, 13th February 2018

અમદાવાદમાં સરકારી નોકરી મેળવવાની લાલચે ૪ લાખ ગુમાવ્‍યા

અમદાવાદ : બેન્‍ક, પોસ્‍ટ ઓફીસ, સરકારી કચેરીઓમાં મહત્‍વની જગ્‍યા ઉપર નોકરી આપવા તથા બદલી કરી આપવાનું જણાવી રૂ. ૩.૯૦ લાખની છેતરપીંડી કરાઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

નવાઈની વાત એ છે કે આ છેતરપીંડીમાં ચિટરે નિવૃત્ત મામલતદારના પુત્ર અને તેના સંબંધીને નિશાન બનાવ્યા છે.

મળતી માહિતી મુજબ, નિવૃત્ત મામલતદારના પુત્ર અમિત રાવલ ઈસનપુરમાં આવેલ અંબિકા એપાર્ટમેન્ટમાં રહે છે. જેમનો સંપર્ક ભાવિક શાહ નામના વ્યક્તિ સાથે થયો હતો. ભાવિક શાહે તેમને સરકારી નોકરી અપાવવાની વાત કરી હતી. તેણે જણાવ્યુ હતું કે ઈન્ડિયન પોસ્ટ દ્વારા જીડીએસની ભરતી માટે જાહેરાત બહાર પડી છે જેનુ ફોર્મ ભરી દો સીધી નોકરી અપાવી દઈશ.

નોકરી અપાવવા બદલ અઢી લાખ રૂપિયા આપવાનુ નક્કી કરાયુ હતું. જેમાંથી અમિતભાઈએ ૧.૧૦ લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા.

ત્યારબાદ અમિતભાઈના સંબંધીને પણ નોકરી અપાવવાનુ કહીને ૪૦ હજાર રૂપિયા લીધા હતા. તેમજ અમિતભાઈના શાળાની પત્નીને એસબીઆઈ બેંકમાં નોકરી અપાવવા માટે ફરી ૫૦ હજાર રૂપિયા લીધા હતા. ત્યારાદ ગુજકેટની પરીક્ષા આપવા માટે અને તેમની શિક્ષક તરીકે મનપસંદ જગ્યાએ બદલી કરાવી આપવા માટે ૩૫ હજાર રૂપિયા લીધા હતા.

આમ અલગ અલગ બહાના હેઠળ ભાવીને ૩.૯૫ લાખ રૂપિયા પડાવ્યા હતા, જોકે તેમ છતા એકપણ વ્યક્તિનુ કામ થયુ નહતું.

જેથી અમિતભાઈએ આ અંગે પૂછતા થોડા સમયમાં કોલ લેટર મળશે તેમ જણાવ્યુ હતું, ત્યારબાદ અમિત અને હાર્દિકને પોસ્ટવિભાગનો કોલ લેટર આવ્યો હતો.

જોકે કોલ લેટરમાં લખેલ જગ્યાએ ઈન્ટરવ્યુ માટે જતા ત્યાં કોઈ ઈન્ટરવ્યુ ન હોવાનુ સામે આવ્યુ હતું, જેથી તેમણે કોલલેટર લઈ પોસ્ટઓફિસમાં તપાસ કરી હતી. જ્યાં કોલલેટર બોગસ હોવાનુ સામે આવ્યુ હતું. જેથી પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનુ જાણ થતા અમિતભાઈએ પોલીસ સ્ટેશનમાં ભાવિન સામે છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.

(11:21 pm IST)
  • મુંબઈ :લેન્ડ કરતી વેળાએ બેન્કોક-મુંબઈ ફ્લાઈટનું ટાયર ફાટ્યું :તમામ મુસાફરો સલામત access_time 9:42 pm IST

  • મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ સાથે બરફના કરા વરસ્યા : વીજળી ત્રાટકતા ૪ના મોત, ૭ ઘાયલ : ભોપાલ - ગ્વાલિયર - નરસિંહપુર, ડબરાભીંડ અને ઓચ્છામાં વરસાદઃ ભારે વરસાદ સાથે બરફના કરાનો વરસાદઃ ખેડૂતો ભારે ચિંતામાં access_time 12:36 pm IST

  • દુબઈમાં તૈયાર થઈ વિશ્વની સૌથી ઊંચી હોટલ : દુબઈએ વિશ્વની સૌથી ઉંચી હોટલ બનાવી પોતાનો જ રેકોર્ડ તોડ્યો : આ છે હોટલ ગેવોરા. જે વિશ્વની સૌથી ઉંચી હોટલ છે. હોટલની ઉંચાઈ 356 મીટર છે. એટલે કે 1 હજાર 186 ફૂટ. સોનાથી બનેલી હોટલ ગેવોરા 75 માળની છે. જેમાં 528 રૂમો છે. જેમાં 232 ડિલક્સ રૂમ, 265 વન બેડ રૂમ ડિલક્સ રૂમ અને 31 ટુ બેડરૂમ સ્યુટ છે : હોટલ ગેવોરા શેખ ઝાયદ રોડ પર દુબઈ ઈન્ટરનેશનલ ફાયનાન્સ સેક્ટર પાસે આવેલી છે : આ હોટલમાં ચાર રેસ્ટોરન્ટ, ઓપન એર સ્વિમિંગ પૂલ, જાકુઝી અને હેલ્થ ક્લબ પણ છે : આ વિશાળ હોટલમાં 6 લિફ્ટ છે. દરેક લિફ્ટ 26 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડે છે : આ પહેલા પણ વિશ્વની સૌથી ઉંચી હોટલનો રેકોર્ડ દુબઈના નામે જ હતો. હોટલ જે ડબ્લ્યુ મેરિએટ માર્કિસની ઉંચાઈ કરતા હોટલ ગેવોરા ફક્ત એક મીટર ઉંચી છે access_time 9:39 am IST