Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

મધ્યપ્રદેશમાં કોંગ્રેસને 125 બેઠકો મળશે:ભાજપ 200 સીટ જીતશે તો રાજકારણ છોડી દઈશ ;અલ્પેશ ઠાકોરનો હુંકાર

મધ્યપ્રદેશમાં ઓબીસી,એસસી,એસટી અને લઘુમતિઓનું મોટું સંમેલન યોજાશે ;ભાજપને હરાવવા ગુજરાતની તર્જ અપનાવાશે

 

અમદાવાદ:કોંગ્રેસના ધારાસભ્ય અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 125 બેઠકો જીતશે.ભાજપના 200 બેઠકો જીતવાના દાવાને પડકારતા અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે જો ભાજપ 200 બેઠક જીતશે તો રાજકારણ છોડી દઈશ

 

   મધ્યપ્રદેશના બે દિવસના પ્રવાસના બીજા દિવસે સતનામાં અલ્પેશે કહ્યું હતું કે, મધ્યપ્રદેશમાં 125 બેઠકો જીતીને કોંગ્રેસ સરકાર બનાવશે. અલ્પેશે ભાજપના 200 બેઠકો જીતવાના કેમ્પેન અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું કે, ‘જો મધ્યપ્રદેશમાં ભાજપની 200 બેઠકો આવશે,તો હું રાજકારણ છોડી દઈશ
  ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું કે ગુજરાતમાં પણ ભાજપે 150થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો પરંતુ પરિણામો બાદ 99 બેઠકોમાં સમેટાઈ ગયો હતો પહેલાં ભોપાલમાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, ‘મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તર્જ પર લોકોને એકત્રિત કરવામાં આવશે.’

   અલ્પેશે શિવરાજસિંહની સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, ‘મધ્યપ્રદેશમાં પછાત વર્ગ વંચિત છે. અહીં ત્રણ મહિનાની અંદર ઓબીસી, એસસી, એસટી અને લઘુમતીઓનું એક મોટું સમ્મેલન યોજવામાં આવશે. મધ્યપ્રદેશનાં તમામ વિધાનસભા ક્ષેત્રોમાં ઓબીસી યુવાનોનું સંગઠન બનાવવામાં આવશે.’

(11:15 pm IST)