News of Tuesday, 13th February 2018

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીર ચૌહાણની પક્ષમાંથી હકાલપટ્ટી

પૈસા લઈને ટિકિટ ફાળવણીનો આરોપ :નવા પ્રમુખ તરીકે દિનેશ ગઢવીની વરણી

બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી પહેલા રાજકીય પક્ષમાં ધમાસાણ મચી ગયું છે ભાજપના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર જોશી કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીર ચૌહાણની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. ઝાકીર ચૌહાણ પર પૈસા લઈને ટિકિટ ફાળવવાનો આરોપ હતો. આરોપ બાદ તેમની સામે પગલા ભરવામાં આવ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે દિનેશ ગઢવીની વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ યાસીન બાંગલાવાલા હશે

(11:13 pm IST)
  • હરિયાણામાં જાટો ઉપર થયેલ કેસો પાછા ખેંચવા થયેલ સમજૂતી : ગુજરાતમાં પાટીદારો સામે કયારે? :ચંદીગઢ : અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિ અને હરિયાણા સરકાર વચ્ચે સમજૂતી સઘાઈ ગઈ છે : હરિયાણા સરકારે જાટ આંદોલનકારીયો ઉપર દાખલ કરાયેલ બધા કેસો પાછા ખેંચવાની વાત માની લીધી હોવાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે access_time 3:39 pm IST

  • મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ સાથે બરફના કરા વરસ્યા : વીજળી ત્રાટકતા ૪ના મોત, ૭ ઘાયલ : ભોપાલ - ગ્વાલિયર - નરસિંહપુર, ડબરાભીંડ અને ઓચ્છામાં વરસાદઃ ભારે વરસાદ સાથે બરફના કરાનો વરસાદઃ ખેડૂતો ભારે ચિંતામાં access_time 12:36 pm IST

  • ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની જાહેરાત : અનંતકાળ સુધી બાબરી મસ્જીદ મસ્જીદ તરીકે જ રહેશે અને મસ્જીદ છે : ઈસ્લામમાં શ્રદ્ધા માટે બાબરી મસ્જીદ અનિવાર્ય જરૂરીયાત છે : મુસ્લિમો કયારેય મસ્જિદને છોડશે નહિં કે મસ્જિદના બદલામાં જમીન લેશે નહિ કે મસ્જીદની જગ્યા ભેટમાં આપશે નહિં access_time 12:36 pm IST