Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

આઇસીએઆઇના નવા પ્રમુખ તરીકે નવીન ગુપ્તા

ઉપપ્રમુખ તરીકે પ્રફુલ છાજેડ ચૂંટાયા

અમદાવાદ,તા. ૧૩, ધી ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા(આઇસીએઆઇ)ના નવા પ્રમુખ તરીકે સીએ નવીન એનડી ગુપ્તા અને ઉપપ્રમુખ તરીકે સીએ પ્રફુલ પી.છાજેડ ચૂંટાઇ આવ્યા છે. ચૂંટાયેલા બંને પદાધિકારીઓને આઇસીએઆઇના હોદ્દેદારો અને દેશભરની વિવિધ બ્રાંચના પદાધિકારીઓ દ્વારા શુભેચ્છા-અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ધી ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા(આઇસીએઆઇ)ની ગઇકાલે યોજાયેલી વાર્ષિક મીટીંગમાં વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષ માટેના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવી હતી. બેઠકમાં સર્વાનુમતે આઈસીએઆઇના પ્રમુખ તરીકે સીએ નવીન એનડી ગુપ્તા અને ઉપપ્રમુખ તરીકે સીએ પ્રફુલ પી.છાજેડ ચૂંટાઇ આવ્યા હતા. દિલ્હી સ્થિત સીએ નવીન એનડી ગુપ્તા ૨૨ વર્ષનો વ્યવસાયિક અનુભવ ધરાવે છે. ઇન્કમ ડિસ્કલોઝર ૨૦૧૬ સ્કીમ વખતે તેમની ભૂમિકા મહત્વની રહી હતી. તેઓ આઇસીએઆઇની સેન્ટ્રલ કાઉન્સીલના છેલ્લા નવ વર્ષથી મેમ્બર છે. જયારે ઉપપ્રમુખપદે ચૂંટાયેલા મુંબઇ સ્થિત સીએ પ્રફુલ છાજેડ ૨૦ વર્ષનો વ્યવસાયિક અનુભવ ધરાવે છે. તેઓ ઓડિટીંગ અને ટેક્સેશનમાં નિપુણતા ધરાવે છે.

(10:18 pm IST)
  • અંદામાન ટાપુઓ ઉપર ૫.૬નો મોટો ભૂકંપઃ કેન્દ્રબિન્દુ જમીનથી ૧૦ કિ.મી. નીચે છે access_time 11:38 am IST

  • યુનોની સુરક્ષા સમિતિએ (યુએનએસસીએ) ત્રાસવાદી સંસ્થાઓ ઉપરના પ્રતિબંધોને મંજૂરીની મહોર મારી: અલ કાઈદા, તેહરી કે તાલીબાન પાકિસ્તાન, લશ્કર એ જહાન્વી, જમાત - ઉદ્દ - દવા (જેયુડી), ફલાહ - એ - ઈન્સાનીયત ફાઉન્ડેશન (એફઆઈએફ), લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને બીજા ત્રાસવાદી સંસ્થાઓનો સમાવેશ થાય છે access_time 11:37 am IST

  • હરિયાણામાં જાટો ઉપર થયેલ કેસો પાછા ખેંચવા થયેલ સમજૂતી : ગુજરાતમાં પાટીદારો સામે કયારે? :ચંદીગઢ : અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિ અને હરિયાણા સરકાર વચ્ચે સમજૂતી સઘાઈ ગઈ છે : હરિયાણા સરકારે જાટ આંદોલનકારીયો ઉપર દાખલ કરાયેલ બધા કેસો પાછા ખેંચવાની વાત માની લીધી હોવાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે access_time 3:39 pm IST