News of Tuesday, 13th February 2018

પરણિત પ્રેમિકાના બાળકનું પ્રેમીએ કર્યું અપહરણ :ગણતરીની કલાકોમાં આરોપી સકંજામાં

મૂળ રાજસ્થાની યુવક રોશન શાળાના સમયથી જ વંદનાના પ્રેમમાં હતો :પ્રેમિકાને પામવા દોઢ વર્ષીય હર્ષીલને ઉઠાવી ગયો

સુરત :પરણિત પ્રેમિકાને પામવા મૂળ રાજસ્થાની યુવકે પ્રેમિકાના દોઢ વર્ષના બાળકનું અપહરણ કર્યાનું ખુલતા પોલીસે ગણતરીની કલાકોમાં પ્રેમી યુવકને દબોચી લીધો હતો મૂળ રાજસ્થાની યુવક રોશન શાળાના સમયથી વંદનાના પ્રેમમાં પાગલ હતો ત્યારે સ્કૂલની પ્રેમિકાને લેવા આવેલા પ્રેમીએ કર્યું પ્રેમિકાના બાળકનું અપહરણ કર્યાનું બહાર આવ્યું છે
 જાણવા મળતી વિગત મુજબ સુરતના પુણા ડુંભાલ વિસ્તારમાં રહેતા દોઢ વર્ષય બાળક હર્ષિતનું અપહરણની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૂળ રાજેસ્થાનના પૂર્વ પ્રેમી એ સુરત આવી બાળકનું કર્યું અપહરણ કર્યું હોવાનું બહાર આવતા સુરત શહેર અને સુરત રૂરલ પોલીસના કુલ 90 જેટલા કર્મચારી આ ઓપરેશનમાં જોડાયા હતા અને છેવટે બારડોલી કડોદરા રોડ ઉપરથી અપહરણકર્તા પ્રેમી ની ધરપકડ કરીને બાળક હર્ષિતને છોડવાયો હતો
   અપહરણકર્તા પ્રેમી રોશન શાળાના સમયથી વંદનાં ના પ્રેમમાં પાગલ હતો જેની છેલ્લા કેટલાક દિવસોથી આ બાબતે પરિવારને પણ જાન થઈ હતી  પરણિત પ્રેમિકાને પામવા માટે પ્રેમી દ્વારા પ્રેમિકાના બાળકનું અપહરણ કર્યું હતું પરિણીતા નર્સરીમાં અભિયાસ કરતા હર્ષિતને તેડવા ગયી હતી ત્યારે રસ્તામાં આતંરી બાળકનું અપહરણ કરાયું હતું ,

   સવારે બનેલી ઘટનામાં બાળકની શોધખોળ કર્યા બાદ કોઈ ભાન ન મળતા પરિણીતાએ પતિને વાત કરતા મામલો પુણા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસે એક ઓપરેશન હાથ ધર્યું હતું અપહરણ થયેલું બાળકે બીમાર હતું અને રાત્રે ઠંડીનું વાતવર્ણના કારણે બાળક ને કાઈ પણ થઈ શકે એવી પરિસ્થિતિ ને ધ્યાને રાખી પોલીસે ગણતરીના કલાકોમાં બાળક ને છોડવ્યું હતું , અને અપહરણકર્તા પ્રેમીની ધરપકડ કરી હતી .

(8:38 pm IST)
  • હવે બેન્કો ડિફોલ્ટર્સની સાપ્તાહિક ધોરણે જાહેરાત કરશે, ૨૩ ફેબુ્રઆરીથી આરંભ : રિઝર્વ બેન્કે નવી સ્ટ્રેસ્ડ એસેટ્સ ફ્રેમવર્કમાં સુધારો કર્યો : SMA તરીકે વર્ગીકૃત્ત જેમાં રૃ. ૫ કરોડ કે તેનાથી વધુ રોકાણ ધરાવતી કંપનીઓનો સમાવેશ થતો હોય તેની ધિરાણ માહિતીનો અહેવાલ CRILCને સોંપવામાં આવશે access_time 2:34 am IST

  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દિકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના પત્ની વેનેસા ટ્રમ્પને સોમવારે સવારે ન્યૂયોર્ક સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના પતિના નામે આવેલા અનામી કવરમાં ભેદી સફેદ પાવડર સ્પર્શ કર્યા બાદ સુરક્ષાના ભાગરૂપે તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. ડોકટરી તપાસ બાદ માલુમ પડ્યું છે કે પાવડર જોખમી ન હતો. access_time 4:08 pm IST

  • શ્રીનગરના કરન નગર વિસ્તારના બિલ્ડીંગમાં છુપાયેલા ત્રાસવાદીઓ અને સલામતી દળો વચ્ચે સવારથી ફરી એન્કાઉન્ટર શરૂ : જમ્મુના રાઈપુર દોમાના વિસ્તારમાં સલામતી દળો દ્વારા સર્ચ ઓપરેશન પૂરજોશમાં ચાલુ : હેલીકોપ્ટરની મદદ લેવાઈ access_time 11:38 am IST