News of Tuesday, 13th February 2018

પ્રોવીઝનલ ફી માટે ૪૫૦ સ્કુલોની વિગતો મંગાવાઇ

વાલીઓમાં પ્રવર્તતી ગૂંચવણના ઉકેલ માટે : પ્રોવીઝનલ ફી માળખુ નક્કી કરવાના ભાગરૂપે સ્કુલોની યાદી અને તમામ વિગતો ગુજરાત સરકાર દ્વારા મંગાવાઈ

અમદાવાદ,તા. ૧૩ : ગુજરાતના સરકારના ફી નિર્ધારણ કાયદાને ગુજરાત હાઇકોર્ટની બહાલી અને સુપ્રીમકોર્ટ દ્વારા તેમાં વાલીઓના પ્રતિનિધિત્વને સમાવી નવેસરથી ફી રેગ્યુલેશન કમીટીની રચના અંગે કરાયેલા વચગાળાના આદેશ બાદ હજુ પણ શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચેની તનાતની અને ઘર્ષણ ચાલુ જ રહ્યા છે. ફી માળખાને લઇ શાળા સંચાલકો અને વાલીઓ હજુ પોતપોતાના અર્થઘટન પર અડી રહ્યા છે અને તેને લઇ વિવાદ વકરી રહ્યો છે. તાજેતરમાં જ પ્રોવીઝનલ ફી ગૂંચવણના મામલે શાળા સંચાલકો અને વાલીઓ તરફથી રાજય સરકારના શિક્ષણવિભાગમાં ઉગ્ર રજૂઆત પણ કરાઇ હતી. જેને પગલે હવે સરકાર દ્વારા  પ્રોવીઝનલ ફી માળખુ નક્કી કરવાના ભાગરૂપે રાજયની આશરે ૪૫૦ જેટલી શાળાઓની યાદી અને વિગતો મંગાવવામાં આવી છે. સરકાર દ્વારા મંગાવાયેલી યાદીમાં ગુજરાત બોર્ડ ઉપરાંત, સીબીએસઇ બોર્ડ અને ઇન્ટરનેશનલ બોર્ડની શાળાઓનો પણ સમાવેશ થાય છે. શિક્ષણવિભાગના નિષ્ણાતો દ્વારા પ્લે ગ્રુપથી લઇ ધોરણ-૧૨ સુધીની આ શાળાઓમાં વિદ્યાર્થીની સંખ્યા, ફીની વિગતો, સુવિધાઓ અને વિદ્યાર્થીદીઠ કરાતા ખર્ચ સહિતની વિગતો ચકાસશે અને ત્યારબાદ ચોકસાઇપૂર્વકનું પ્રોવીઝનલ ફી માળખુ ઘડવાની દિશામાં કવાયત હાથ ધરશે. શિક્ષણ વિભાગ દ્વારા રાજયના દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી(ડીઇઓ) પાસેથી પ્રોવીઝનલ ફી નક્કી કરવા માટે જિલ્લાદીઠ મંગાવેલી ૧૫ શાળાઓની યાદીમાં પાંચ શાળા ગુજરાત બોર્ડની, પાંચ શાળા સીબીએસઇ બોર્ડની અને પાંચ શાળા ઇન્ટરનેશનલ બોર્ડની સમાવાઇ છે, તેથી દરેક જિલ્લાના ડીઇઓએ આ મુજબની શાળાની વિગતો સરકારને મોકલવાની રહેશે. કેટલાક જિલ્લા ડીઇઓ દ્વારા આ પંદર શાળાઓની યાદી તૈયાર પણ કરી દેવાઇ છે.

(8:21 pm IST)
  • હરિયાણામાં જાટો ઉપર થયેલ કેસો પાછા ખેંચવા થયેલ સમજૂતી : ગુજરાતમાં પાટીદારો સામે કયારે? :ચંદીગઢ : અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિ અને હરિયાણા સરકાર વચ્ચે સમજૂતી સઘાઈ ગઈ છે : હરિયાણા સરકારે જાટ આંદોલનકારીયો ઉપર દાખલ કરાયેલ બધા કેસો પાછા ખેંચવાની વાત માની લીધી હોવાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે access_time 3:39 pm IST

  • ‘બિગ બોસ 11’ની વિનર શિલ્પા શિંદે ફરી એકવાર ચર્ચામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે ‘ભાભી જી ઘર પર હૈ’ના પ્રોડ્યૂસર સામે કરેલો યૌન શોષણનો કેસ પાછો ખેંચી લીધો છે. તેણે ગત વર્ષે માર્ચમાં આ કેસ નોંધાવ્યો હતો. એક વેબસાઈટને આપેલા નિવેદન અનુસાર, શિલ્પાનું કહેવું છે કે, શોમાં મારા જે પૈસા બાકી હતા તે મને મળી ગયા છે એટલે હવે કેસ આગળ વધારીને કોઈ ફાયદો નથી. access_time 1:31 am IST

  • ૨૦મીએ શ્રી શ્રી રવિશંકર અયોધ્યા વિવાદનો હલ લાવવા મક્કમતાથી બેસશે access_time 12:37 pm IST