News of Tuesday, 13th February 2018

હિટ એન્ડ રનમાં ગંભીરરીતે ઇજાગ્રસ્ત આધેડનું મોત થયું

પ્રેરણાતીર્થ જૈન દેરાસર પાસેનો બનાવ : રોડ ક્રોસ કરી રહેલા આધેડને ઇનોવાના ચાલકે જોરદાર ટક્કર મારી ઉડાવ્યા : સેટેલાઇટ પોલીસની ઉંડી ચકાસણી

અમદાવાદ,તા. ૧૩ : અમદાવાદ શહેરમાં બેફામ અને પૂરપાટઝડપે વાહનો હંકારી હીટ એન્ડ રનના અકસ્માત સર્જવાના કિસ્સાઓ સતત ચાલુ રહેવા પામ્યા છે. આવા જ એક બનાવમાં ગઇકાલે રાત્રે શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પ્રેરણાતીર્થ જૈન દેરાસર પાસે રોડ ક્રોસ કરી રહેલા એક આધેડ વ્યકિતને પૂરપાટઝડપે આવેલા કારચાલકે પોતાના વાહનની જોરદાર ટક્કર મારી હતી. કારની જબરદસ્ત ટક્કરથી આધેડ વ્યકિત હવામાં ફંગોળાઇ હતી અને જમીન પર પટકાઇ હતી. આ અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ થવાના કારણે આખરે સારવાર દરમ્યાન તેનું કરૂણ મોત નીપજયું હતું. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. બીજીબાજુ, આધેડને ટક્કર મારનાર કારચાલક માનવતા નેવે મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટયો હતો. પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો દાખલ કરી સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ગઇકાલે રાત્રે શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પ્રેરણાતીર્થ જૈન દેરાસર રોડ પાસે સુરેશ સોમાજી ઠાકોર નામની ૪૫ વર્ષીય આધેડ વ્યકિત રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે પૂરપાટઝડપે આવેલી ઇનોવા કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી ઉડાવ્યા હતા. કારની જોરદાર ટક્કરથી સુરેશ ઠાકોર ફંગોળાયા હતા અને જોરથી જમીન પર પટકાયા હતા, જેનાકારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જયાં આજે વહેલી સવારે તેમનું કરૂણ મોત નીપજયું હતું. મરનાર આધેડ વ્યકિત જોધપુર ગામમાં જ રહેતી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે મરનારના ભાઇ રમેશ ઠાકોરે સેટેલાઇટ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે હીટ એન્ડ રનનો અકસ્માત સર્જનાર અને ઘટનાસ્થળેથી માનવતા નેવે મૂકી નાસી છૂટનાર ઇનોવા કારના ચાલકની શોધખોળ આરંભી છે. પોલીસે સીસીટીવી ફુટેટના આધારે કારના નંબર અને આરોપીની તપાસ હાથ ધરી છે.

(7:31 pm IST)
  • દુબઈમાં તૈયાર થઈ વિશ્વની સૌથી ઊંચી હોટલ : દુબઈએ વિશ્વની સૌથી ઉંચી હોટલ બનાવી પોતાનો જ રેકોર્ડ તોડ્યો : આ છે હોટલ ગેવોરા. જે વિશ્વની સૌથી ઉંચી હોટલ છે. હોટલની ઉંચાઈ 356 મીટર છે. એટલે કે 1 હજાર 186 ફૂટ. સોનાથી બનેલી હોટલ ગેવોરા 75 માળની છે. જેમાં 528 રૂમો છે. જેમાં 232 ડિલક્સ રૂમ, 265 વન બેડ રૂમ ડિલક્સ રૂમ અને 31 ટુ બેડરૂમ સ્યુટ છે : હોટલ ગેવોરા શેખ ઝાયદ રોડ પર દુબઈ ઈન્ટરનેશનલ ફાયનાન્સ સેક્ટર પાસે આવેલી છે : આ હોટલમાં ચાર રેસ્ટોરન્ટ, ઓપન એર સ્વિમિંગ પૂલ, જાકુઝી અને હેલ્થ ક્લબ પણ છે : આ વિશાળ હોટલમાં 6 લિફ્ટ છે. દરેક લિફ્ટ 26 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડે છે : આ પહેલા પણ વિશ્વની સૌથી ઉંચી હોટલનો રેકોર્ડ દુબઈના નામે જ હતો. હોટલ જે ડબ્લ્યુ મેરિએટ માર્કિસની ઉંચાઈ કરતા હોટલ ગેવોરા ફક્ત એક મીટર ઉંચી છે access_time 9:39 am IST

  • શ્રીનગરના કરન નગર વિસ્તારના બિલ્ડીંગમાં છુપાયેલા ત્રાસવાદીઓ અને સલામતી દળો વચ્ચે સવારથી ફરી એન્કાઉન્ટર શરૂ : જમ્મુના રાઈપુર દોમાના વિસ્તારમાં સલામતી દળો દ્વારા સર્ચ ઓપરેશન પૂરજોશમાં ચાલુ : હેલીકોપ્ટરની મદદ લેવાઈ access_time 11:38 am IST

  • ૨૦મીએ શ્રી શ્રી રવિશંકર અયોધ્યા વિવાદનો હલ લાવવા મક્કમતાથી બેસશે access_time 12:37 pm IST