Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ખોટા પ્રમાણપત્રના આધારે અનામતનો લાભ મેળવનારાઓ સામે કાયદો કડક બનાવાશે

૩ વર્ષ સુધીની જેલ અને દંડઃ વિધાનસભામાં ખરડો આવે છે

ગાંધીનગર,તા.૧૩ : ખોટા પ્રમાણપત્રો દ્વારાસરકારી નોકરીઓ તેમજશૈક્ષણિક લાભો મેળવનારતથા અનામત બેઠક ઉપરચૂંટણી જીતવા સહિતનાલાભો મેળવનારા સામે કડકપગલાં લેવા નવો કાયદો લાવવાની દિશામાં આગળવધી રહી છે. આ રીતે ખોટા પ્રમાણપત્રો થકી લાભો મેળવનાર, આપનાર તથામદદ કરનારાઓને ત્રણવર્ષની સજા તથા આકરો દંડકરવાની જોગવાઈ સાથેનું વિધેયક-વિધાનસભાના બજેટ સત્રમાં સરકાર લાવવા જઈરહી છે.

રાજય સરકારે ઐતિહાસિક નિર્ણય કરતા આગામી વિધાનસભા સત્રમાં આદિવાસી દલિત અને બક્ષીપંચના અનામતના બંધારણીય અધિકારોનારક્ષણ માટે કાયદો લાવવામાંઆવશે. આ કાયદા વિશે જણાવતા  મંત્રી ગણપત વસાવાએ જણાવ્યુંહતું કે આદિવાસી, દલિત અનેબક્ષીપંચના જાતિના ખોટા પ્રમાણપત્રો દ્વારા સરકારી નોકરી શૈક્ષણિક લાભો,ચૂંટણીના કે અનામત હેઠળના ખોટા પ્રમાણપત્રોના આધારેકોઈપણ લાભો લેનાર, આપનાર કે મદદકરનારાઓને ત્રણ વર્ષની જેલની સજા અને રૂપિયા પ૦હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવશે. તાજેતરમાંખોટા જાતિના પ્રમાણપત્ર ઈશ્યુકરવા બાબતે તેમજ ખોટાજાતિના પ્રમાણપત્રોનાઆધારે અનામતના લાભો મેળવાતા હોવાની રજૂઆતોના આધારે આનિર્ણય લેવામાં આવ્યોહોવાની જણાવીને મંત્રીએવધુમાં કહ્યું કે બંધારણીયઅનામત હેઠળ આવતા વર્ગોના હિતોનું રક્ષણ કરવામાટે રાજય સરકાર કટિબધ્ધછે.

ખોટા પ્રમાણપત્રના આધારે નોકરી મેળવેલ હશેતો તેમણે નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે.એટલું જ નહીં નોકરી દરમ્યાન મેળવેલ અનુદાન, ભથ્થા કેઅન્ય નાણાકીય લાભોની વસૂલાત પણ કરવામાં આવશે. આવા પ્રમાણપત્રોનાઆધારે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો હશે. તોપ્રમાણપત્રો રદ કરીને તેનીસામે શિક્ષાત્મક પગલાંઓ લેવામાં આવશે. ઉપરાંત જોકોઈ ડિગ્રી મેળવી હશે તો તેપણ રદ થશે.(૨૧.૧૬)

(11:42 am IST)