Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

પરીક્ષાના ફોર્મ ભરવામાં શાળાઓનો ભગો : ૨ હજાર ફોર્મમાં ભૂલ રહી ગઈ

સંચાલકોને ભુલ સુધારવા બોલાવાશે : ઠપકો અપાશે

અમદાવાદ, તા. ૧૩ : રાજયમાં આગામી માર્ચમાં લેવાનાર ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવામાં રાજયની બે હજારથી વધુ શાળા દ્વારા ભગા કર્યા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્ત્।ર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફોર્મની ચકાસણી કરતા આ ભૂલ ખુલી છે જેમાં વિદ્યાર્થીઓના નામ, ઉંમર, સરનામા, અટક, વિષય, શાળાના નામ પણ લખવામાં ભૂલો કરવામાં આવી છે.

ધોરણઃ૧૦નું પરીક્ષા ફોર્મમાં ૧૭૭૩ શાળાઓએ આ ભૂલ કરી છે. જયારે ધોરણ-૧૨ના પરીક્ષા ફોર્મમાં ૩૦૦થી વધુ શાળાએ ભૂલો કરી છે ત્યારે આ શાળા સંચાલકોને ભૂલો સુધારવા માટે બે તબક્કામાં ગાંધીનગરમાં બોલાવવામાં આવ્યા છે. શિક્ષણ બોર્ડ દ્વારા આ મુદ્દે શાળા સંચાલકોને ઠપકો આપવામાં આવશે.

(11:42 am IST)