Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

રાજ્યમાં ફરી સ્વાઈન ફ્લુનો ફૂફાડો ;સાઉદી અરેબિયાથી પરત ફરેલ દંપતીનું મોત

પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું :આરોગ્ય વિભાગે ત્રણ ટિમો બનાવી આસપાસના 150 ઘરોનો સર્વે કરાવી બ્લડ સેમ્પલ લીધા

ગુજરાતમાં ફરી સ્વાઈન ફ્લુના રોગર ફૂફાડો માર્યો છે સાઉદી અરેબિયાથી પરત ફરેલું એક દંપતી પાટણ  જિલ્લામાં સ્વાઈન ફ્લુનો ભોગ બનતા મોતને ભેટ્યુ છે.જેને લઈને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.સાઉદી અરબિયાથી પરત ફરેલ પતિ-પત્નીને સ્વાઈન ફ્લુ થયાનુ સામે આવતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પતિનુ મોત થયુ હતું, જ્યારે પત્નીને વધુ સારવાર અર્થે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જોકે સારવાર દરમિયાન પત્નીનું પણ મોત થયુ હતું.

   અચાનક સ્વાઈન ફ્લુના કેસ સામે આવતા અને તેનાથી મોતની ઘટનાઓના પગલે જિલ્લાઓનુ આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. આરોગ્ય વિભાગે ટીમો બનાવીને તેમની આસપાસના ૧૫૦ ઘરોનો સર્વે કર્યો છે. તેમજ લોકોના બ્લડ સેમ્પલ લઈને સ્વાઈન ફ્લુની તપાસ હાથ ધરી છે.

(9:10 am IST)