Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

સુરત :લાજપોર જેલમાં કેદીઓ ઉપવાસ પર બેઠા ? જિગ્નેશ મેવાસા સહિત ૧૦૦ જેટલા કેદીઓ ભૂખ હડતાલ

શિવરાત્રીએ સામુહિક ભજન કીર્તનની કેદીઓની માંગ નહીં સ્વીકારતા કેદીઓને ઉપવાસ ;જોકે જેલતંત્રનો કેદીઓના ઉપવાસનો ઇન્કાર

 

સુરત :શહેરના છેવાડે આવેલી લાજપોર જેલમાં કેદીઓ દ્વારા શિવરાત્રીએ સામુહીક ભજન કિર્તનની માંગણી જેલ તંત્ર દ્વારા  સ્વીકારવામાં આવતા કેદીઓ ઉપવાસ પર બેઠા હતાં જોકે જેલ તંત્ર દ્વારા કેદીઓ ઉપવાસ પર બેઠા હોવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો.

  જાણવા મળતી વિગત મુજબ સચીન સ્થિત લાજપોર જેલમાં બંધ કેદીઓએ મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન શિવની આરાધના માટે મોટા કાર્યક્રમનુ આયોજન કર્યુ હતું. જેલના લગભગ તમામ કેદીઓએ એકત્ર થઇને શિવરાત્રીના દિવસે ભજન-કિતર્ન કરવાનુ નક્કી કર્યુ હતું. ભજન-કિર્તન માટે જેલતંત્રની મંજુરી માંગવામાં આવી હતી. જેલ તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવી હતી. જેલ તંત્ર દ્વારા કેદીઓને ભજનની મંજુરી આપવામાં આવતા કેદીઓએ ભૂખ હડતાળ પર ઉતરવાનો નિણર્ય કર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

  અંગે સુરત પાસ કન્વીનર ધાર્મિક માલવીયાના જણાવ્યા અનુસાર ગત વિધાનસભા ચુંટણીમાં કતારગામ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર જિગ્નેશ મેવાસા સહિત ૧૦૦ જેટલા કેદીઓ ભૂખ હડતાલ પર બેઠા છે. કેદીઓની માગંણી નહી સંતોષાય ત્યા સુધી અન્નનો એક દાણો પણ પેટમાં નાખવાનો ઇન્કાર કર્યો છે.

  જ્યારે લાજપોર જેલના જેલર ચૌધરીના જણાવ્યા અનુસાર કેદીઓએ શિવરાત્રી નિમિત્તે સામુહિક ભજનની મંજુરી માંગી હતી. પરંતુ, જેલમાં સામુહિક ધાર્મિક કાર્યક્રમ પર પ્રતિબંધ હોવાથી મંજુરી આપવામાં આવી નથી.જેલમાં દરેક ધર્મના લોકો પોતાના બેરેકમાં ભજન સહિતના ર્ધાિમક કાર્યક્રમો કરી શકે છે.

 

(9:10 am IST)