Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

સુરતના સલાબતપુરા વિસ્તારમાં 21 વર્ષીય યુવતીનું ફેક ઇન્સ્ટા આઈડી બનાવી બદનામ કરવાની ધમકી આપનાર યુવક વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના સલાબતપુરા વિસ્તારમાં રહેતી અને મહેંદી મુકવાનું કામ કરતી 21 વર્ષીય યુવતીનું ફેક ઇન્સ્ટા આઈડી બનાવી ડીપીમાં તેનો ફોટો મૂકી યુવતીના ફ્રેન્ડ સર્કલને ફોલો કરનાર અજાણ્યાએ યુવતી પાસે વધુ ફોટા માંગ્યા હતા. યુવતી જો વધુ ફોટા નહીં આપે તો સોશ્યલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપનાર યુવાન વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સલાબતપુરા રેશમવાડ વિસ્તારમાં રહેતી અને મહેંદી મુકવાનું કામ કરતી 21 વર્ષીય યુવતીનું જૂન 2020 માં અજાણ્યાએ ફેક ઇન્સ્ટા આઈડી બનાવી યુવતીના ઓરીજીનલ ઇન્સ્ટા આઈડી ઉપર ' હાય ' મેસેજ કર્યો હતો. યુવતીને તેના ડીપીમાં પોતાનો ફોટો જોતા કોઈકે ફેક ઇન્સ્ટા આઈડી બનાવ્યું છે તેની જાણ જાણ થઈ હતી.ફેક આઈડી બનાવનારે યુવતી અને તેના ફ્રેન્ડ સર્કલને પણ ફોલો કરી ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી યુવતીના વધુ ફોટાની માંગણી કરી હતી. એટલું જ નહીં જો ફોટા નહીં આપે તો સોશ્યલ મીડિયામાં બદનામ કરવાની પણ ધમકી આપી હતી. યુવતીની વિનંતીને પગલે અજાણ્યાએ યુવતીના ફેક આઈડીનું નામ તો બદલ્યું હતું. પરંતુ તેનો ફોટો બદલ્યો નહોતો.

(5:36 pm IST)