Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

વડોદરાના મંજલપુરમાં અમૂલના ગોડાઉનમાં ચોકલેટના બોક્સમાંથી 62 હજારનો દારૂ મળ્યો

ગોડાઉનનાં સુપરવાઇઝર અને દારૂ મુકનારની ધરપકડ

વડોદરા : શહેરમાં દારૂ છુપાવવાનો વધુ એક કીમિયો બહાર આવ્યો છે. માંજલપુરમાં અમૂલનાં ગોડાઉનમાં ચોકલેટનાં બોક્સમાંથી 62,200 રૂપિયાનો દારૂ ઝડપાયો છે જેમાં ક્રાઇમ બ્રાંચે અમૂલનાં ગોડાઉનનાં સુપરવાઇઝર અને દારૂ મુકનારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 આ મામલે મળતી વિગત મુજબ શહેરનાં માંજલપુરમાં આવેલા અમૂલનાં ગોડાઉનમાંથી ક્રાઇમ બ્રાંચે હજારોનો દારૂ મળ્યો છે. આ દારૂ અમૂલની ચોકલેટનાં બોક્સમાં છૂપાવ્યો હતો. આ અંગેની બાતમી મળતા 62,200 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.

 
(11:23 am IST)