News of Saturday, 13th January 2018

રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાની જીતને હાઇકોર્ટમાં પડકારાઇ

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ૨૦૧૭ની ચુંટણીના પરિણામ જાહેર થયે ૨૫ દિવસ જેટલો સમય વીતી ચુક્યો છે. તેમ છતાં પરિણામોને લઈને ચાલી રહેલ વિવાદ હજી ઉકેલાવાનુ નામ લઈરહ્યો નથી. વિજેતા થયેલા ધોળકા બેઠક પરથી શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. અત્રેઅે ઉલ્‍લેખનીય છે કે ધોળકા વિધાનસભા બેઠક પરથીભુપેન્દ્રસિંહ ચુડાસનો કોંગ્રેસના તેમના હરીફ ઉમેદવાર અરવિંદ રાઠોડ સામે ૩૨૭ મતથી વિજય થયો હતો.

આ ચુંટણીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાંને કુલ ૭૧,૫૩૦ મત મળ્યા હતા. જ્યારે તેમના પ્રતિસ્‍પર્ધા ઉમેદવાર અરવિંદ રાઠોડને ૭૧, ૨૦૩ મત મળ્યા હતા. ત્યારે હજુ  ચુંટણી પરિણામને કોંગ્રેસનાઉમેદવાર અરવિંદ રાઠોડ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યુ છે. ગુજરાત હાઈકોર્ટમાં અરવિંદ રાઠોડની અરજી પર થોડા દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

(11:47 pm IST)
  • ઉમા ભારતી નારાજ છે દિલ્હી છોડીને ભોપાલમાં : કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી દિલ્હી છોડીને ભોપાલમાં છે : મોદી કેબીનેટમાં પોતાની સ્થિતિને લઈને પરેશાન છે ઉમા ભારતી access_time 12:54 pm IST

  • અમદાવાદમાં મોડી રાત્રે ૧૧ બાઈકો સળગાવવામાં આવી: અમદાવાદના સરદારનગર વિસ્તારમાં મોડી રાત્રે ૧૧ બાઈકો સળગાવવામાં આવ્યા : સીતારામ ચોક પાસે બન્યો બનાવ : સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી access_time 11:44 am IST

  • બનાસકાંઠાઃ ૫૪ લાખનો દારૂ ઝડપાવાના મામલે પી.આઇ.ની બદલીઃ જીલ્લા પોલીસ અધિકારી દ્વારા કરાઇ કાર્યવાહી access_time 2:44 pm IST