News of Saturday, 13th January 2018

અરવલ્લીના ભિલોડામાં ત્‍યજી દેવાયેલ હાલતમાં બાળક મળ્‍યુ

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના રીંટોળા ગામમાંથી ત્‍યજી દેવાયેલ હાલતમાં બાળક મળતા તેને ત્‍યજી દેનારાની શોધખોળ હાથ ધરાઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રીંટોળા ગામના પાદરમાં બાળકના રડવાનો અવાજ આવતા ગ્રામજનોએ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરીને તાત્‍કાલીક દવાખાને ખસેડલ છે જયાં બાળકની તબિયત સ્‍થિર છે.

દંપતિ સંતાન સુખ માટે કેટકેટલી માતા રાખે છે ત્‍યારે આ માસુમ બાળકને ત્‍યજી દેનાર કોણ હશે? તે તરફ પોલીસે તપાસ હાથ ધરી છે.

(8:53 pm IST)
  • બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 11:57 am IST

  • હવાઈ પર મિસાઈલ હુમલાના ખોટા મેસેજ પર અફરાતફરી : અમેરિકા પાસે આવેલ હવાઈ દેશના લોકોએ આજે ​​તેમના ફોન પર કટોકટીની ચેતવણીઓ ના ખોટા આધિકારિક મેસેજ મળ્યા હતા કે એક બેલિસ્ટિક મિસાઈલ દેશ પર હુમલો કરવા માટે છોડાયું છે. પણ થોડીજ ક્ષણોમાં હવાઈના ​​કોંગ્રેસવુમન તુલસી ગેબાર્ડ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ ખોટા મેસેજ, ભૂલથી અપાયા છે. લાખો લોકોમાં આ મેસેજથી અફરાતફરી મચી જવા પામી હતી. access_time 12:45 am IST

  • SC બાર એસોસિએશનની સાંજે 6 વાગ્યે યોજાશે પ્રેસ કોન્ફરન્સ access_time 1:11 pm IST