News of Saturday, 13th January 2018

બોરસદના સિસ્વામાં પોલીસથી બચવા ભાગેલ યુવાન કાંસમાં પડતા મોતને મોમાં ધકેલાયો

બોરસદ: તાલુકાના સીસ્વા ગામે ગઈકાલે સાંજના સુમારે જુગારની રેઈડ દરમ્યાન પોલીસથી બચવા માટે ભાગેલો યુવાન કાંસમાં પડ્યો હતો જ્યાં તેનું ઠંડીમાં ઠુંઠવાઈ જવાથી મોત થતાં ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.આ અંગે પોલીસે જુગારધારા અને અકસ્માતે મોત એમ બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

 


પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સાંજના સુમારે ભાદરણ પોલીસને હકિકત મળી હતી કે, રબારી ચકલા પાસે કેટલાક ઈસમો લાઈટના અજવાળે પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે છાપો મારતાં બાબુભાઈ શનાભાઈ સોલંકી નામનો ૩૫ વર્ષીય યુવાન પોલીસની બીકે ભાગવા જતાં કાંસમાં પડ્યો હતો. જે બહાર નીકળી શક્યો નહોતો અને ઠંડીમાં ઠુંઠવાઈ જવાને કારણે મોતને ભેટ્યો હતો. સવારે તેની લાશ કાંસમાંથી મળી આવી હતી.

બીજી તરફ ભાદરણ પોલીસે સ્થળ પરથી ૪૧૦૭ની રોકડ રકમ સાથે રણજીતભાઈ જગદીશભાઈ રાવળ, રાજુભાઈ અંબાલાલ પરમાર, સંજયભાઈ રમણભાઈ સોલંકી, ઠાકોરભાઈ શનાભાઈ સોલંકી તથા સુરેશભાઈ આશાભાઈ સોલંકી ઝડપાઈ જવા પામ્યા હતા, તેમની વિરૂધ્ધ જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(5:34 pm IST)
  • જમ્મુ - કાશ્મીર : શ્રીનગરના HMT વિસ્તારમાંથી IED મળી આવ્યુ : સેના દ્વારા અવંતા ભવન તથા આસપાસમાં તપાસ ચાલુ કરી : બોંબ ડીસ્પોઝેબલ સ્કોડ ઘટના સ્થળે access_time 12:51 pm IST

  • ઉમા ભારતી નારાજ છે દિલ્હી છોડીને ભોપાલમાં : કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી દિલ્હી છોડીને ભોપાલમાં છે : મોદી કેબીનેટમાં પોતાની સ્થિતિને લઈને પરેશાન છે ઉમા ભારતી access_time 12:54 pm IST

  • મુંબઇથી ઉપડેલું હેલિકોપ્ટર થયું ગુમ : ઓએનજીસીના કર્મચારીઓ સહિત 7 લોકો તેમાં હતા સવાર : હેલિકોપ્ટર સવારે 10.20 કલાકે ઉડ્યું હતું, જે ઓએનજીસીના ઉત્તરીય વિસ્તારમાં 10.58 કલાકે પહોંચવાનું હતું, પરંતુ 10.30 વાગ્યા પછી તેના કોઈ સિગ્નલ મળ્યા નથી. access_time 1:31 pm IST