Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

અગમ્ય કારણોસર ગળતેશ્વર નજીક ટીંબાના મુવાડાની પરિણીતાએ આત્મહત્યા કરતા ચકચાર

ગળતેશ્વર:તાલુકાના થર્મલ નજીક આવેલ ટીંબાના મુવાડામાં રહેતી એક ૩૨ વર્ષીય પરિણિતાની હત્યાનો મામલો આખા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગઇકાલે પરિણિતાના પરિવારજનોએ પોલીસ મથકમાં આવેદનપત્ર આપી આ હત્યામાં સેવાલીયાનો યુવક સંડોવાયેલા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે પોલીસે આ યુવકની પૂછપરછ હાથ ધરી હતી. આ મુદ્દે મોડીરાત્રે આ યુવક સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે એફઆઇઆરમાં આ યુવકે કોઇ અગમ્ય કારણસર હત્યા કરી હોવાનો ઉલ્લેખ કરતા પોલીસની કામગીરી સામે પણ શંકાઓ ઉભી થવા પામી છે.

 


મળતી માહીતી મુજબ ટીંબાના મુવાડાની વૃંદાવન સોસાયટીમાં રહેતા અજાયબસિહ નિર્મલસિહ ગીલના પત્નિ કુલવિંદરસિહ કૌર (ઉ.વ.૩૨) તા.૦૯ જાન્યુઆરીના રોજ ઘરે એકલા હતા. તે સમયે તેમનું રહસ્યમય રીતે મોત થયું હતું. તેમના માથામાં ઇજાના નિશાન મળી આવ્યા હતા અને લોહી પણ વહેતુ હતુ. તેમજ ગળાના ભાગે ગળે ફાસો ખાધો હોય કે પછી કોઇએ ફાંસો આપ્યો હોય તેવા નિશાન પણ દેખાયા હતા. આ પરિણિતાને સેવાલીયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવી હતી. ત્યા પેનલ ડોક્ટરની ટીમે તેનું પોષ્ટમોટમ કર્યુ હતુ. પ્રાથમિક પીએમ રિપોટમાં મરનાર પરિણિતાના માથામાં બોથડ પદાર્થ માર્યા હોવાના નિશાન મળીઆવ્યા હતા. તેમજ તેનું ગુંગળાઇ જવાથી મોત થયાનું બહાર આવ્યું હતું. ઘરે એકલી હતી ત્યારે આ પરિણિતાનું આવા સંજોગોમાં મોત એક તપાસનો વિષય બન્યો હતો. આ બાબતે સેવાલીયા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે જઇ જીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. અને પરિવારજનોના નિવેદનો જવાબ લીધા હતા. આ જવાબ દરમ્યાન મરનારના પતિ અજાયબસિહ ગીલને સેવાલીયામાં રહેતો મિત્ર સાહીલઅહેમદ ફતેમહંમદ પઠાણ અવાર નવાર તેના ઘરે આવતો હોવાનું પણ બહાર આવ્યું હતું. પોલીસ સમક્ષ મરનારના પતિએ એવો આક્ષેપ કર્યો હતો કે આ સાહીલે મારી પત્નીની હત્યા કરી છે. જેથી પોલીસે સાહીલની પૂછપરછ હાથ ધરી હતી.

(5:33 pm IST)
  • હવાઈ પર મિસાઈલ હુમલાના ખોટા મેસેજ પર અફરાતફરી : અમેરિકા પાસે આવેલ હવાઈ દેશના લોકોએ આજે ​​તેમના ફોન પર કટોકટીની ચેતવણીઓ ના ખોટા આધિકારિક મેસેજ મળ્યા હતા કે એક બેલિસ્ટિક મિસાઈલ દેશ પર હુમલો કરવા માટે છોડાયું છે. પણ થોડીજ ક્ષણોમાં હવાઈના ​​કોંગ્રેસવુમન તુલસી ગેબાર્ડ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ ખોટા મેસેજ, ભૂલથી અપાયા છે. લાખો લોકોમાં આ મેસેજથી અફરાતફરી મચી જવા પામી હતી. access_time 12:45 am IST

  • આઇડિયા સેલ્યુલરએ જણાવ્યું છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા વોડાફોન ઇન્ડિયા - આઇડિયા સેલ્યુલરના પ્રસ્તાવિત મર્જરને મંજૂરી આપી દીધી છે. આ મર્જરને પહેલાથીજ બજાર નિયમનકાર સેબી અને ભારતીય સ્પર્ધાત્મકતા પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. નોંધપાત્ર રીતે આ મર્જર થયેલ નવી કંપની 35 ટકા બજારહિસ્સા સાથે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે. access_time 8:41 pm IST

  • સુરતમાં વાનમાં આગ લાગ્યા બાદ ટ્રાફિક પોલીસ લાલઘુમ : સુરત ટ્રાફીક પોલીસે ત્રણ ટીમો બનાવી રીક્ષા અને વાનમાં ચેકીંગ હાથ ધયુ* : સ્કૂલ, રીક્ષા કે વાનમાં વધુ વિદ્યાર્થીઓ હોય તો તેમને દંડ અને ડીટેઈન કરવાની કામગીરી શરૂ access_time 2:44 pm IST