Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ગાંધીનગરના પીએસઆઇએ અગમ્ય કારણોસર ગોળી મારી આત્મહત્યા કરતા સારવાર દરમિયાન મોત

ગાંધીનગર:શહેરમાં એક પોલીસ સબ ઇન્સપેક્ટર દ્વારા અગમ્ય કારણોસર આત્મહત્યા કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી અનુસાર, 56 વર્ષિય કે.યુ આહિરે માથે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમને સારવાર અર્થે તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું.

ગાંધીનગરના એસઆરપી ગ્રુપમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કે.યુ આહિરે માથે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, રાત્રે ફરજ બજાવી પરત ફરેલ જવાને સેક્ટર-27માં આવેલ પોલીસ આવાસમાં પોતાના ઘરે અગમ્ય કારણોસર ગોળી મારી આત્મહત્યા કરી હતી. 56 વર્ષીય કે.યુ આહિરને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. આહિરે ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે વિશે સચોટ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. હાલમાં સમગ્ર ઘટના અંગે સેક્ટર-21 પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:33 pm IST)
  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્વારમૈયા અને રાજ્યના અન્ય કોંગ્રેસી નેતાઓએ દિલ્હી ખાતે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે કર્ણાટકમાં કોઇ સત્તા વિરોધી લહેર નથી અને તેમની પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતિથી જીત મેળવશે : સિદ્વારમૈયાએ ભાજપને આતંકવાદી કહેલા પોતાના નિવેદન પર માફી માગવાનો આ મુલાકાત દરમ્યાન ઇનકાર કર્યો હતો. access_time 8:54 pm IST

  • ગાંધીનગર : SRPના PSIનો રીવોલ્વરથી આપઘાતનો પ્રયાસઃ સેકટર ૨૭માં રહેતા હતા access_time 12:51 pm IST