News of Saturday, 13th January 2018

ઉત્તરાયણ પર્વની અસલ મજા તો પોળમાં રહેલ છે

પોળ શબ્દ સંસ્કૃત પરથી આવ્યો હોવાની ચર્ચા : શહેરી વિસ્તાર અને પોળમાં પતંગ ઉજવણી જુદી જુદી રીતે થાય છે : પોળોમાં મોટાભાગે એક જ જાતિના લોકો

અમદાવાદ, તા.૧૩ : આવતીકાલે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે પતંગના મામલામાં અમદાવાદનો ઇતિહાસ ખાસ  છે. અમદાવાદમાં બે જુદી જુદી રીતે પતંગો ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ જાણકાર લોકોનું કહેવું છે કે ઉત્તરાયણની અસલ મજા શહેરમાં આવેલી પોળોમાં રહે છે. આની વિશેષતા એ છે કે મોટાભાગે એક જ જાતિના લોકો વસવાટ કરે છે અને તેઓ પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે ભેગા મળીને ઉજવણી કરે છે. પોળ શબ્દ એ સંસ્કૃત ભાષાના પ્રતોલી શબ્દ પરથી આવેલો શબ્દ છે અને પોળોનો ઉદ્ભવ ભારતમાં પાટણમાં થયો હતો અને ત્યાંથી જ આ પોળોનો ફેલાવો બીજા અન્ય વિસ્તારોમાં થવા લાગ્યો હતો.

 જ્ઞાતિ પ્રમાણે પોલો જોવા મળે છે. જેમ કે સુથારની પોળ, દેસાઈની પોલ, કડિયાની પોળ, ધોબીની પોળ, સોનીની પોળ, માંડવીની પોળ વગેરેનો સમાવેશ થાય છે.  તેમાં લોકોના મકાનોની દિવલ એક હોય છે અને તેઓ એકબીજાના દિલથી પણ ખૂબ જ નજીક  હોય છે.પાડોશી-પાડોશી વચ્ચે એક જ કુટુંબ ભાવના જેવો પ્રેમભાવ અને એકતા જોવા મળે છે. દરેક બાબતે તેઓ ભેગા મળે છે અને તમામ તહેવારો માટેની તૈયારીથી લઈ ઉજવણી સુધીની કામગારી સહકુટુંબની જેમ એકતા સાથે ઉજવે છે. માત્ર રાયપુરમાં ૧૮૦ પોળો આવેલી છે એમાં તળિયાની પોળ, પતાશા પોળ, ઢાળની પોળ એ સૌથી મોટી પોલો છે. આમાં વિવિધ પેટા પોલો પણ આવેલી છે. અહિંયા તહેવારની ઉજવણી માટે બહારથી લોકો આવે છે અને અહિયા એવું કહે છે કે ઘર ભલે પોતાની માલિકીના હોય પણ ઘરપરના છાપરા કોઈની માલિકીના નથી એમાં સવુ સંયુક્ત રીતે હક રાખતા જોવા મળે છે. લોકો ભેગા મળીને પર્વ નીમીતના નાસતા સાથે બનાવે છે અને એક બીજાના દુઃખ-સુખના ભાગીદાર બનીને જીવે છે. પોળોના છાપરાપરનો ઉત્તરાયણનો પતંગઉત્સવ ખૂબ જ અનોકો જોવા મળે છે. અહીં પોલના લોકો ખૂબ જ સદભાવના વાળા, ભાઈચારા અને લાગણીશીલ લોકો જોવા મળે છે. ૮૪ની સાલ પહેલા પતંગ બજાર ટંકશાળમાં ભરાતું હતું પણ ત્યાર બાદથી હાલ સુધી રાયપુરમાં આ બજાર ભરાય છે. અહીંયા સીઝનેબલ વેપાર કરવામાં આવે છે. આમા પોળોમાં રહેતા બાળકો આમા કામકાજ કરે છે અને ૩થી ચાર મહિનાની આજીવીકા આમાથી મેળવી લે છે. ઉત્તરાયણની આવતીકાલે વિશેષ ઉજવણી કરવામાં આવશે.

(12:56 pm IST)
  • આઇડિયા સેલ્યુલરએ જણાવ્યું છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા વોડાફોન ઇન્ડિયા - આઇડિયા સેલ્યુલરના પ્રસ્તાવિત મર્જરને મંજૂરી આપી દીધી છે. આ મર્જરને પહેલાથીજ બજાર નિયમનકાર સેબી અને ભારતીય સ્પર્ધાત્મકતા પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. નોંધપાત્ર રીતે આ મર્જર થયેલ નવી કંપની 35 ટકા બજારહિસ્સા સાથે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે. access_time 8:41 pm IST

  • અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો : કર્મચારી પાસેથી છરીની અણીએ લૂંટ :ગુજરાત આંગડિયા પેઢીના કર્મચારીને ચાર અજાણ્યા શખ્સો દ્વારા છરીની અણીએ લૂંટી માર મારીને ફરાર: લૂંટમાં ઘાયલ કર્મચારીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો access_time 9:08 am IST

  • ઉમા ભારતી નારાજ છે દિલ્હી છોડીને ભોપાલમાં : કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી દિલ્હી છોડીને ભોપાલમાં છે : મોદી કેબીનેટમાં પોતાની સ્થિતિને લઈને પરેશાન છે ઉમા ભારતી access_time 12:54 pm IST