Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

હિંમતનગરના સરવણામાં પત્નીને પતિએ જ મોતને ઘાટ ઉતારી'તીઃ લગ્નના એક મહિનામાં જ કંટાળી જઇને સાળાએ બનેવીનો સાથ લઇને કારસ્તાન પાર પાડયું

હિંમતનગરના સરવણામાં પત્નીને પતિએ જ મોતને ઘાટ ઉતારી'તીઃ લગ્નના એક મહિનામાં જ કંટાળી જઇને સાળાએ બનેવીનો સાથ લઇને કારસ્તાન પાર પાડયું

હિંમતનગરના સરવાણા ગામની સીમમાં યુવતીની સળગાવી દીધેલી હાલતમાં લાશ મળી આવ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યા બાદ આ પ્રકરણનો ભેદ ઉકેલાઇ ગયો છે અને નણદોયા અને પતિએ જ મોતને ઘાટ ઉતારી દીધાનું ખુલ્યું છે.

પ્રાપ્ત માહીતી મુજબ હિંંમતનગરના ભરત સોનીએ રાજસ્થાનના બાડમેર ખાતે  રહેતા તેના બનેવી હસરાજ સોનીના પાડોશમાં રહેતી જુહી નામની યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્નના એક મહિનામાં જ બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ શરૂ થતા પતિ ભરત સોની કંટાળી ગયો હતો અને તેના બનેવી હસરાજ સોની સાથે મળીને જુહીને મોતને ઘાટ ઉતારી દેવા માટે પ્લાન બનાવ્યો હતો. શાળા-બનેવીએ જુહીને કારમાં બેસાડીને હિંમતનગર નજીક સરવાણા ગામની સીમમાં લઇ જઇને જુહીના માથાના ભાગે હથોડીના ઘા ઝીંકી, પેટ્રોલ છાંટી સળગાવીને મોતને ઘાટ ઉતારી દીધી છે.

આ પ્રકરણમાં પોલીસની ઝીણવટભરી તપાસના અંતે જુહી સોનીની હત્યા તેના પતિ અને નણદોયાએ કરી હોવાનું ખુલતા ભરત સોનીની ધરપકડ કરવામાં આવી છે. જયારે તેનો બનેવી હસરાજ નાસી છુટતા પોલીસે તેને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. (૪.૧૯)

(3:47 pm IST)
  • દિલ્હીના ગ્રેટર નોએડાના સૂરજપુર વિસ્તારની એક સોસાયટીમાં રહેતા ઇન્ટરનેશનલ મુક્કાબાજ જિતેન્દ્ર માનનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. જિતેન્દ્રના શરીર પર ગોળીના નિશાન મળી આવતાં હત્યાની આશંકા સેવાય રહી છે. જિતેન્દ્ર બોક્સિંગમાં નેશનલ ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે. access_time 3:10 pm IST

  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • અમિતભાઈ બે દિવસના ગુજરાત પ્રવાસેઃ કાર્યકરો સાથે મકરસંક્રાત ઉજવશે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ કાલે નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે મકરસંક્રાંત ઉજવશે : પોતાના નિવાસસ્થાને કાર્યકરોને મળશે : આજે સાંજે ૭ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે access_time 3:46 pm IST