Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

નર્મદા જિલ્લામાં મેલેરિયા,ડેન્ગ્યુના કેસોમા નોંધપાત્ર વધારો : મહિના પ્રમાણે આંકડા આપવામાં આરોગ્ય વિભાગની અડોડાઈ

છેલ્લા ત્રણ મહિનામાં ડેન્ગ્યુના કેસ વધ્યા હોવા છતાં જાન્યુઆરી મહિના થી આજદિન સુધીના આંકડા આપી સાચા આંકડા છુપાવવા પ્રયાસ થતો હોય એમ આરોગ્ય વિભાગના અધિકારી મનમાની કરે છે.?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ડેન્ગ્યુ મેલેરિયાની સાથે ચિકનગુનિયા ના દર્દીઓ પણ નોંધાયા છે જેમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દીઓની સંખ્યા વધી હોવા છતાં આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓ ખો ખો ની રમત રમતા હોય એમ મીડિયા ને સાચા આંકડા આપતા નથી આજ રીતે અગાઉ કોરોના કાળ માં પણ સાચા આંકડા છુપાવતા હતા ત્યારે રાજપીપળા શહેરમાં ઘણા વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા હતા છતાં ત્યારે પણ આંકડા છુપાવાયા હતા તેમ જણાય  આવ્યું હતું.

  આ બાબતે અમારા પ્રતિનિધિએ આરોગ્ય વિભાગના ડો.કશ્યપને ટેલિફોનિક આંકડા પૂછતાં તેમણે જાન્યુઆરીથી અત્યારસુધી ના આંકડા આપ્યા અને જણાવ્યું કે તમે માંગો એ રીતે હું મહિના પ્રમાણે આંકડા નહિ આપું અમે જે ચાર્ટ તૈયાર કર્યો છે એ મુજબ જ મળશે..? ત્યારે સવાલ એ થાય છે કે કેમ અધિકારીઓ હંમેશા સાચા આંકડા આપવામાં આનાકાની કેમ કરે છે.?
ડો. કશ્યપે આપેલા આંકડા મુજબ જાન્યુઆરી- ૨૦૧૨૧ થી તા.10.10.21 સુધીમાં જિલ્લામાં ડેન્ગ્યુના -૨૩ પોજેટિવ કેસ નોંધાયા છે,ચિકનગુનિયાના -૦૪ કેસ જ્યારે મેલેરિયાના -૨૨ જેવા કેસ જોવા મળ્યા છે.
જો ડો.કશ્યપે આપેલા આંકડા સાચા હોય તો દર મહિના વાઇઝ આંકડા આપવામાં તેમને કેમ તકલીફ પડે છે.? અને અમારા પ્રતિનિધિ એ ફક્ત છેલ્લા બે મહિના ના આંકડા માંગ્યા હોવા છતાં આ બાબતે ઈન્કાર કરવા પાછળ નો શુ મતલબ હોય શકે..? મીડિયા ને સાચી હકીકત આપવામાં મનમાની કરતા આરોગ્ય વિભાગના અધિકારીઓ ને જિલ્લા આરોગ્ય અધિકારી કે કલેકટર  સૂચના આપે એ જરૂરી જણાય છે.

(10:27 pm IST)