Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

હિના હત્યા કેસ : અમદાવાદના બોપલ ધૂમ ફ્લેટમાંથી બે મોબાઈલ મળ્યા

જે જગ્યાએ બાળક મળેલું એ જગ્યાએ ઘટનાનું રિકન્સ્ટ્રક્ટ : હિનાની માતા અને માસીની તપાસ

અમદાવાદ :હીના હત્યા કેસમાં એક પછી એક નવા વળાંક આવી રહ્યાં છે,આરોપી  પતિ સચિનને પોલીસ દ્વારા તપાસ અર્થે તેના અમદાવાદના ઘરે બોપલ લઈ જવામાં આવ્યો હતો. જયા પોલીસને ઘણા એવા પુરાવા મળ્યા છે. આરોપીના ઘરમાંથી બે મોબાઈલ ફોન મળી આવ્યા છે. આ મોબાઈલ ફોન હીનાના હોવાનું પોલીસ અનુમાન લગાવે છે. આ મોબાઈલ પોલીસને તપાસમાં મદદરૂપ થાય તેવી પ્રબળ શક્યતા છે.

આ અંગે DYSP એમ કે રાણાએ ગાંધીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સ રાખી હતી. જેમાં તેઓએ જણાવ્યું છે કે, હીના હત્યા કેસમાં ત્રણ પીઆઇની એસઆઇટી બનાવવામાં આવી છે. આ ટીમ સચિનને આજે તપાસ માટે બોપલ ધુમા ફ્લેટમાં લઈ ગઈ હતી જ્યાં હીના રહેતી હતી. આ ઘરમાંથી પોલીસને બે મોબાઈલ ફોન મળી આવ્યા છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે ગાંધીનગરના પેથાપુર પાસે મળી આવેલા બાળકની તપાસ ચાલુ છે. આજે બોપલ વિસ્તારમાં ટીમ સચિનને લઈને ગઈ છે. જે જગ્યાએ બાળક મળેલું એ જગ્યાએ ઘટનાને રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવી હતી. અત્યારે અમારી ટીમ હિનાની માતા અને માસીની તપાસ કરી રહ્યા છે અને તેમના નિવેદન લઇ રહી છે. સચિન અને યુવતી હીનાના મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે.અમદાવાદની તપાસ પૂરી થાય એટલે વડોદરા લઈ જવામાં આવશે.

(7:40 pm IST)