Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ગુજરાતમાં કોલસાની ઉણપની સીધી અસર ઔદ્યોગિક ઉત્પાદન

વાપી જીઆઇડીસીમાં અસંખ્ય ઉદ્યોગોમાં પણ કોલસાની અછતને કારણે ઉત્પાદન અને એક્સપોર્ટ પર પણ અસર

અમદાવાદ : રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોલસાની ઉણપ વર્તાય રહી છે. જેની સીધી અસર ઔદ્યોગિક ઉત્પાદન પર થઈ રહી છે. રાજ્યની સૌથી મોટી એવી વાપી જીઆઇડીસીમાં પણ આવેલા અસંખ્ય ઉદ્યોગોમાં પણ કોલસાની અછતને કારણે ઉત્પાદન અને એક્સપોર્ટ પર પણ અસર થઈ છે. જો કોલસા સપ્લાયની સિસ્ટમ પૂર્વવત નહીં થાય તો. આગામી સમયમાં અનેક ઉદ્યોગો બંધ રાખવા પડે તેવી પણ શક્યતા વર્તાઇ રહી. સાથે જ કોલસાના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. આથી રાજ્યના કેટલાક ઉદ્યોગો મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહ્યા છે.

(7:29 pm IST)